________________
વિભાગ-૬
દુનિયાની સર્વશ્રેષ્ઠ બુદ્ધિશાળી, હિંદુસ્તાનની આર્યપ્રજાનાં વિનાશનું છેલ્લુ શસ્ત્ર એટલે ‘‘ગર્ભપાત’' એટલે કે પોતાના જ બાળકનું પોતાના હાથે જ ખૂન.. ખૂન... ખૂન....!
હિંદુસ્તાનમાં વસતિ વધી 0 રહી છે એની ચિંતા અમેરિકા, બ્રિટન, ફ્રાંસ ને થઈ રહી છે. ભારતની વસતિ ઘટાડવા વિશ્વબેંક, યુનેસ્કો, યુનિસેફ વિગેરે સંસ્થા રસ લઈ રહી છે..! જરૂર પડે લશ્કરનાં જવાનો દ્વારા જબરદસ્તી સંતતિનિયમન કરાવવું. શા માટે આટલી ચિંતા ? કારણ ..? શું એ લોકો બહુ દયાળું છે ? ના જાણવું છે કડવું સત્ય.. ? તો વાંચો... ગરીબદેશોમાં વસતિ વધારો એટલે શ્રીમંત દેશોને ખતરો ! કારણ વસતિ તો સમૃદ્ધિ છે, શકિત છે. વસતિ વધે એટલે યુવાનો વધે અને બુદ્ધિશાળીઓને ખબર પડે કે અમેરિકા વિગેરે શ્રીમંત દેશો અમારૂં શોષણ કરે છે. દાદાગીરી અસહય એટલે ત્રાસવાદ, સામનો, ચળવળ કરે. જયારે ગરીબ દેશોમાં વસતિ નિયમન એટલે ‘વૃદ્ધો વધારે યુવાનો ઓછા' જે જાણવા છતાં કયારેય સામનો નહીં કરે, કારણ શક્તિ જ નથી શું કરે ? શ્રીમંત દેશો પોતાની લાલસા સંતોષવા ગરીબ દેશોની સંપત્તિ લુટી લે છે.
ભારત ગરીબ દેશ જરૂર પરંતુ કુદરતે એને કુદરતી સંપત્તિ છૂટ્ટે હાથે આપી છે. જંગલો, ખનીજો, પર્વતો, નદીઓ, જડીબુટ્ટીઓ, સૂર્યપ્રકાશ, બુદ્ધિશાળી
યુવાનો, પશુસંપત્તિ, હવા, પાણીનો અમૂલ્ય ખજાનો જેને ભૂતકાળમાં ઈસ્ટઈન્ડિયા કંપનીએ ૧૫૦ વર્ષ સુધી લૂંટી ઘૂંટીને ધનહીન અન્નહીન કર્યુ, અને આજે પણ હજારો મલ્ટી નેશનલ કંપનીની લૂંટ બેફામ ચાલુ છે. જંગલો, લાકડુ અને હવે પાણીની લુંટ ચાલવી રહી છે અને નર્યો જૂઠ્ઠો પ્રચાર કરી રહ્યા છે ભારતની વસતિ વધારે છે, એટલે મોંધવારી ગરીબી બેકારી વધી રહ્યા છે.
પ્રાચીન કાળમાં ભારતની વસતિ ફકત જૈનો જ ૪૦ કરોડ અને બીજા અલગ અને પશુ વસતિ કરોડોની સંખ્યામાં હતાં. ગરીબી હતી પણ બેકારી નહોતી. (ગરીબી તો પુન્ય-પાપ કર્મો ને આધિન છે) સૌને જરૂરિયાત મુજબ ચોખ્ખા ઘી, દૂધ, ભોજન, સ્વચ્છ ધર, શિક્ષણ, વસ્ત્રઅને પ્રદૂષણ વગરનાં હવા પાણી બધું સહેલાઈથી મળતાં હતાં. પ્રજા સંતોષી, પરોપકારી, દયાળુ, ધાર્મિક હતી. અમેરિકા સૌથી વધારે ક્રૂર, સ્વાર્થાન્ધ, ભોગાન્ધ, હિંસક દેશ છે. પોતાની લાલસા સંતાષવા ખોટો વેડફાટ કરીને ગરીબ દેશોને લૂંટે છે, દબાવે છે. ભૂતકાળમાં પણ અંગ્રેજોએ વેસ્ટઈન્ડિઝ, ઓસ્ટ્રેલિયા, આફ્રિકા, ભારતની કરોડોની
૨૦૦