________________
વિભાગ-૬
જડીબુટ્ટી
માનસિક શાંતિ અને ભૌતિક ચીજો પરસ્પર વિરોધી છે. (ભૌતિક જરૂરિયાત ઘટાડો) મનને વશ કરો પણ તાબે ન થાઓ.
♦ દ્રષ્ટિદોષ અને દોષદ્રષ્ટિથી બચી જાઓ.
માણસ નનામો જન્મે છે, નનામીમાં જાય છે છતાં નામ માટે આખી જીંદગી વેડફી નાંખે છે.
* દુનિયામાં ફેંકી દેવા જેવી વસ્તુ પણ મફતમાં નથી મળતી, પરંતુ ધાર્મિક પુસ્તક કે વસ્તુ મફતમાં જોઈએ છે, માટે જ કિંમત સમજાતી નથી.
:
એક સારી ટેવ પાડો : પુરેપુરી કિંમત ચૂકવીને જ ધાર્મિક પુસ્તક વિગેરે આઈટમો લેવી.
રોગ થાય તેવું ખાશો નહિં, ક્લેશ થાય તેવું બોલશો નહિં.
♦ અપેક્ષા કોઈની રાખશો નહિં, આવેશમાં ક્યારેય આવશો નહિં, અધીરા ક્યારેય થાશો નહિં.
Day by day on every way I am getting better & better.
પ્રભુનુ શાસન મળ્યું છે, હું પ્રગતિના પંથે છું.
આ જગતમાં પાપ કરવાના દરવાજા ચિક્કાર છે, પરંતુ પાપ તોડવાનો રસ્તો ફક્ત એક જ છે. ‘‘અરિહંત''
મનની ખરાબ વાસનાઓને ખાલી કરો, અને પ્રભુ ઉપાસનાથી ભરી દો.
* ગુણ જોશો તો ગુણી બનશો, અવગુણ જોશો તો અવગુણી બનશો.
તૃષ્ણા મનનો ડાયાબિટિશ રોગ છે, એને સૌથી પહેલો કંટ્રોલ કરો.
બીજામાં ગુણ દેખાય ત્યારે મનને કેમેરા બનાવો, બીજામાં અવગુણ દેખાય ત્યારે મનને દર્પણ બનાવો.
ગુણ પ્રશંસામાં ક્યારેય કંજુસ ન બનો, અવસરે ધન્યવાદ દેતાં શીખો.
ભૂલ એટલે જ બીજાની ભુલો ભૂલી જાવ.
ભૂલો જુવો જ નહિં, અને જોવાઈ જાય તો કહો નહિં.
જમતાં કોઈની ભૂલ ન કાઢવી, અને જ્યારે કોઈ થાકીને આવે કે મહેનત કરીને આવે ત્યારે તો ભૂલ કાઢવી જ નહિં.
૧૯૦