________________
વિભાગ-૫
‘‘શક્તિમાન'' નું શું થશે ? બીસ્કીટ, કેકમાંથી તો પબ્લીકને હાઈડ્રોજનેટેડ ઘી ખવડાવાય છે. બીસ્કીટ ખાવાનું જનતા બંધ કરશે તો વનસ્પતિ ઘી ની ખપતનું શું?
તમાકુ, ગુટકા, પાન-મસાલા, જર્દા, સુકા, સિગરેટ બંધ કરતા ક્રિકેટની Sponsorships નું શું થશે ? આવા ખિલાડી બીજું શું ૨મશે ? ક્રીકેટીઅરના શર્ટના ખીસા શાની જાહેરાત કરશે ?
દારૂ, બીઅર, વ્હીસ્કી વિગેરે સમાજના માણસો બંધ કરે, તો બધી ડિસ્ટીલીયરી એટલે દારૂં ગાળવાના કારખાના બંધ કરવા પડશે, સરકારનું એક્સાઈઝ, સેલ્સ, ઓકટ્રોય, ટોલ, કસ્ટમ એવું બધું ડૂબી જશે અને આ અપ્રાકૃતિક ધંધામાંથી મળતા કરોડો રૂપિયાનો ટેક્ષ ડૂબી જશે.
આ દારૂના કારખાનાના અધ્યક્ષો, ડિસ્ટીલરીના માલિકો, સફેદ ખાંડના કારખાનાના માલિકો તો રાજકારણી, ચીફ મિનિસ્ટરો અને પાર્લામેંટમાં બેસતા સદસ્યોજ હોય છે. પબ્લિક સાકર ખાવાની બંધ કરશે તો એ ‘‘ઈલેક્શન’' કેવી રીતે લડશે ? અને ‘“ફંડ'' કેવી રીતે ભેગો કરશે ?
અપ્રાકૃતિક ગરજ, અનૈસર્ગિક ગરજ, એજ સમાજને રોગ અને વિકારના રૂપમાં પીડી રહેલી છે. આ અનૈસર્ગિક ગરજ તો સમાજના બાલબચ્ચાઓને અને એની આગલી પેઢીને પણ રોગ સ્વરૂપથી હેરાન કરી રહી છે.
સોફટ-ડ્રિંકસ, કોલ્ડ-ડ્રિંકસ, કોલા પ્રોડક્ટ્સ, રસના જેવું પ્રોડક્ટ, કેંડીઝ જેવા ઉત્પાદનો બંધ થતા એ કારખાનાના માલિકો શું કરશે ?
આજકાલ જુવાન છોકરા-છોકરી, જોશો તો ખબર પડશે કે જે દિવસમાં ચેહરાપર જુવાનીની ચમક, રોનક હોવી જોઈએ એ દિવસોમાં એ ચેહેરાપર ક્રીમ લગાડીને, ચેહેરાને ચમક લાવવાની કોશિશ કરતા હોય છે, એ ચમક તો આવતી જ નથી પણ ચેહેરો ખરાબ થતો જાય છે.
વાળને ક્રીમ્સ, શેમ્પૂ લગાડતા પણ વાળ ખરતા અને ઘટતા જાય છે, તેમજ ડેંન્ડ્રફની તકલીફ ઓછી થતી નથી.
ઉમર ૩-૪ થી જ નાના બાળકોને ચશ્મા લાગી જાય છે. જે ઉંમરમાં સહજ રમવાનું હોય, એ ઉંમરમાં માસૂમ બચ્ચા પોતાના ચશ્મા સંભાળતા બેઠા હોય છે.
સાયનસ-સર્દીની બિમારી તો ઉંમર ૧૦-૧૨ થી જ પાછળ પડે છે. આનું કારણ છેઃ (૧) સફેદ સાકર અને (૨) હાઈડ્રોજનેટેડ ઘી, કમર્શિઅલ શોર્ટનિંગ્સ, કમર્શિઅલ ફૈક્ટ્સ, માર્ગારીન, પાર્શિઅલી હાઈડ્રોજનેટેડ ઘી, રિફાઈડ ઓઈલ અને આ બધાથી બનતા ઉત્પાદનો. આ સફેદ સાકર અને હાઈડ્રોજનેટેડ ઘી બન્ને તો સમાજને માટે મુખ્ય શ્રાપ છે.
આવી રીતે સમાજે જ નિર્માણ કરેલી (રોગ ભગાડો વિના દવાઓ) અરૂણ ગ. જોગદેવ માંથી સભાર
૧૯