________________
તલ
વિભાગ-૫
મેલનો
નિકારક નથી પણ ોગોની દવા છે.
અપરંપાર છે. ડોકટરો તેલનો નિષેધ કરી રહ્યા છે અંતેલ આરોગ્ય તેનું કારણ એ હોઈ શકે કે આજે બજારમાં જે શીંગતેલ, કપાસિયાં તેલ, સૂર્યમુખીનું તેલ, પામોલીન વિગેરે તેલો મળી રહ્યાં છે તે બધા આરોગ્યને નુકસાન પહોંચાડનારા છે. આયુર્વેદના મતે તલ અને સરસવના તેલને જ ખરેખરૂં તેલ ગણવામાં આવે છે. આયુર્વેદમાં તેલના જે ફાયદાઓ બતાડવામાં આવ્યા છે તે તલ અને સરસવના તેલને જ લાગુ પડે છે. શીંગતેલ કે પામોલીન જેવા તેલને તે લાગુ પડતા નથી. આથી તેલનો ઉપયોગ કરનારે આ બે પ્રકારનાં તેલો વચ્ચે વિવેક કરવો જરૂરી બની જાય છે. તલનું તેલ એટલે આરોગ્યનો ખજાનો
આજે કોઈ પણ દર્દી કોઈ ડોક્ટર પાસે કોઈ પણ ફરિયાદ લઈને જશે ત્યારે ડોક્ટર પહેલી સલાહ એ આપશે કે ખોરાકમાં તેલ અને મરચું સદંતર બંધ કરો. ડોકટરો અને નિસર્ગોપચારો દ્વારા એવી વ્યાપક ગે૨સમજણ પેદા કરવામાં આવી છે કે તેલ અને ખાસ કરીને તળેલી વસ્તુઓ આરોગ્ય માટે હાનિકારક જ હોય છે. રાજવૈદ્ય રસિકલાલ પરીખ એક લેખમાં સ્પષ્ટ જણાવે છે કે આયુર્વેદમાં કાળા તલનું તેલ ખાવાની મનાઈ કરવામાં નથી આવી. આયુર્વેદના પંડિતોના મતે તલનું તેલ આરોગ્યવર્ધક છે અને વાતજનિત અનેક રોગોનું શ્રેષ્ઠ ઔષધ પણ છે. માટે હવે જયારે તમને ડોકટર તેલ ખાવાની મનાઈ ફરમાવે ત્યારે સૌથી પહેલા નીચેની વાતો ધ્યાનપૂર્વક વાંચી જજો.
તેલની વગોવણી બંધ કરો આયુર્વેદના આધારભુત કોઈ પણ શાસ્ત્રીય ગ્રંથમાં તેલ ખાવાની કયારેય મનાઈ ફરમાવવામાં આવી નથી. મહર્ષિ ચરક, સુશ્રુત કે વાગ્ભટે કયારેય તેલ ખાવા માટે લાલબત્તી ધરી નથી. ઊલટાનું તેમણે તો તેલને વાયુના રોગોનું શમન કરવા માટેનું શ્રેષ્ઠ ઔષધ ગણાવી તેનો મહિમા ગાયો
મહર્ષિ ચરકે આહારયોગી વર્ગના વર્ણનમાં સર્વપ્રથમ તલના તેલને મૂક્યું છે. તલના તેલનો સ્વાદ મધુર અને સહેજ તૂરો હોય છે. આપણા રસોડામાં જે દાળશાકનો વધાર કરવામાં આવે છે, તેનો પ્રાણ તલનું તેલ છે. આ વધાર તલના તેલનો જ થવો જોઈએ. તેમાં બીજું કોઈ તેલ ચાલી શકે જ નહીં. તલના તેલમાં સૂક્ષ્મ ગુણ હોવાથી શરીરના અંગેઅંગમાં ઝડપથી ફેલાઈ જવાનો. તેની અંદર શરીરના બારીકમાં બારીક કોષ સુધી પહોંચવાની ક્ષમતા રહેલી છે. તલનું તેલ પહેલા આખા દેહમાં ફેલાઈ જાય છે અને પછી પચે છે. તેનો ફાયદો એ થાય છે કે શરીરના પ્રત્યેક અંગમાં શક્તિનો અને સ્ફૂર્તિનો સંચાર થાય છે. તલનું તેલ સ્વભાવથી ઉષ્ણ છે એટલે તે જઠરાગ્નિને પ્રદીપ્ત કરી ભૂખ લગાડે છે.
૧૬૦