________________
વિભાગ-૩ ભગવાન મહાવીરદેવના જીવનપ્રસંગો ધર્મ પામ્યા બાદ ભગવાન મહાવીર દેવના કુલ ૨૭ ભવ થયા હતા. તેમાં પ્રભુનો આત્મા ૧૪ વાર મનુષ્ય ભવ, ૧૦ વાર દેવ ભવ, ૧૮ મો ભવ વાસુદેવ, ૨૩ મો ભવ ચક્રવર્તિનો, ૨૭ મો ભવ તીર્થકરનો, ૨ વાર નરક ભવ
અને ૧ વાર તિર્યંચ ભવ પામ્યો હતો. ૪૨,000 વર્ષ જૂન ૧ કોડાકોડી ગયા સાગરોપમવાળા ચોથા આરાને પૂર્ણ થવાને 2 ૭૫ વર્ષ ૮ માસ અને ૧૫ દિવસ બાકી / હતા ત્યારે ચૈત્ર સુદ ૧૩ ની તિથિએ શ્રમણ ભગવાન મહાવીરનો જન્મ થયો, તે જન્મકલ્યાણક થયું.
૫૬ દિકુ કુમારીકાઓ પરમાત્માનું સૂતિકર્મ કરીને ગયા પછી પરમાત્માનો જન્માભિષેક ઉજવવા ૬૪ ઈન્દ્રો ઉપસ્થિત થયા. પ્રથમ દેવલોકનાં ઈન્દ્ર સૌઘર્મેન્દ્ર ત્રિશલા માતાની પાસે પાંચ રૂપ કર્યા. એક રૂપથી પ્રભુને પોતાના હાથમાં લીધા, બે રૂપથી પ્રભુની બે બાજુ ચામર વીંઝયા, એક રૂપથી પ્રભુ પર છત્ર ધર્યું, એક રૂપે વજ ધારણ કરીને આગળ ચાલવા લાગ્યા. મેરૂપર્વતના શિખર પર જઈને દક્ષિણ દિશામાં આવેલી પાંડુકવનની વિરાટ શિલાપર જઈને પ્રભુને પોતાના ખોળામાં લઈને પૂર્વસમ્મુખ બેઠા. અભિષેક માટે સુવર્ણના, રૂપાના, રત્નના, સોના-રૂપાના, સોના-રત્નના, રૂપારત્નના, સોના-રૂપા-રત્નના તથા માટીના એમ આઠ જાતિના કળશ તૈયાર કરવામાં આવ્યા. આ દરેક જાતિના
કt/
o