________________
વિભાગ-૩ ૩૨૨ વીર સવંત ૨૦૫) સુધી રહ્યાં. મહાત્મા સ્થૂલભદ્ર વગેરે ત્યારે થયા.
મૌર્યવંશીય ચંદ્રગુપ્ત ચાણક્યની સહાયથી વીર સવંત ૨૦૫ માં પોતાનું રાજ્ય તક્ષશિલા - પંજાબમાં સ્થાપિત કર્યું.
વીર સંવત ૨૦૫ થી ૨૨૯ (ઈ. પૂ. ૩૨૨ થી ૨૯૮) સુધી ચંદ્રગુપ્ત રાજાએ પંજાબથી લઈ મગધદેશ સુધી રાજ્ય કર્યું.
યુનાનથી સિકન્દરે ઈ. પૂ. ૩૨૬માં પંજાબ પર ચઢાઈ કરી.
નિમિત્ત શાસ્ત્રજ્ઞ ભદ્રબાહુ દ્વિતીય વિક્રમની પાંચમી શતાબ્દીમાં થયા. એમનો વિહાર ઉજ્જૈનમાં પણ હતો.
એ સમયે ગુપ્તવંશના દ્વિતીય ચન્દ્રગુપ્ત તે વિક્રમાદિત્યના નામથી પ્રસિદ્ધ હતો. તે પણ વી. સં. ૪પ૬માં ઉજ્જૈનનો રાજા હતો.
પ્રથમ ચંદ્રગુપ્ત તથા ચાણક્ય મંત્રી સર્વ પરિવાર જૈન ધર્મી હતા. સમ્રાટ ચન્દ્રગુપ્ત મૌર્યનો બિંદુસાર પુત્ર ઈ. સ. પૂર્વે ૨૯૮ માં સિંહાસનારુઢ થયો. ર૫ વર્ષ રાજ્ય કર્યું તે પણ જૈન ધર્મી હતો. ઈ. સ. પૂ. ૩૨૩ માં આશરે તેનું દેહાવસાન થયું.
અશોક બિંદુસારનો પુત્ર તથા ચન્દ્રગુપ્તનો પૌત્ર હતો. પિતાના મૃત્યુ પછી ઈ. સ. પૂર્વે ૨૭ર થી ર૩ર સુધી ૪૦ વર્ષ રાજ્ય કર્યું. કલિંગ રાજ્યનાં વિજય પછી એણે બોદ્ધ ધર્મ સ્વીકાર્યો હતો. સારા વિશ્વમાં બૌદ્ધ ધર્મનો પ્રચાર કર્યો. વિશ્વના મહાન સમ્રાટમાં ગણતરી થાય છે. તો પણ તે એના પૂર્વાધ સુધી અવશ્ય જૈન હતો.
અશોકનો પુત્ર કુણાલ મૌર્ય કુળધર્મ તો જૈન હતો. એની માતા અને પત્ની પણ પરમ જિન ભક્ત હતા. અશોક બહુજ ચાહતો હતો, પરંતુ અપરમાતાએ ષડયંત્ર રચી આંધળો કરાવી દીધો.
કુણાલ અંધ થવાથી એનો પુત્ર સંપ્રતિને અશોકે પોતાના ઉત્તરાધિકારી તરીકે ઘોષિત કર્યો. કુણાલે ઈ. સ. પૂર્વ ૨૩૨ થી ૨૨૪ સુધી સંપતિની સહાયથી રાજ્ય કર્યું, પછી સ્વયં સંમતિએ ઈ. પૂ. ૨૨૪ થી ૧૮૪ સુધી ૪૦ વર્ષ રાજ્ય કર્યું.
સંપ્રતિનો જન્મ ઈ. પૂ. ર૫૭ માં થયો. ઈ. પૂ. ૨૪૦ અવન્તિમાં ૧૬ વર્ષની યુવાવસ્થામાં થયો. ત્યારે જૈન શ્વે. સંઘના નિગ્રન્થ ગચ્છના નેતા આચાર્ય સુહસ્તિએ એને પ્રતિબોધિત કરી જૈન શ્રાવકના સમ્યકત્વપૂર્ણ ૧૨ વ્રતોથી દ્રઢ જૈન ધર્મી બનાવ્યો. તેણે જીવન દરમ્યાન સવા લાખ જૈનમંદિર, સવા કરોડ નવી પ્રતિમા, તેર હજાર મંદિરોનો જીર્ણોદ્ધાર, ૭00 દાનશાળાઓ વગેરેનું નિર્માણ કરાવ્યું.
અનાર્ય દેશોમાં પણ જૈન ધર્મનો પ્રચાર કરી ઘણાને આર્ય બનાવ્યા. એથી મહારાષ્ટ્ર,