________________
વિભાગ-૩ ૨૫૨૮ની સાલ ચાલે છે, તો તેમાંથી ૪૭૦ વર્ષને બાદ કરતા વિક્રમ સંવત્ ૨૦૫૮ની સાલ હમણા ચાલે છે, તેમ સમજવું.
વિક્રમ સંવત્ ૫૬ વર્ષે ઈસામસીહ થયા. જિસસ ક્રાઈસ્ટ રૂપે તેમનાથી ઈસાઈ ધર્મ (ક્રાઈસ્ટ કે ખ્રિસ્તી ધર્મ) નો પ્રારંભ થયો. એટલે વિ. સં. ૨૦૫૮ માંથી ૫૬ વર્ષ બાદ કરતા હમણા ઈ. સ. ૨૦૦૨ ની સાલ ચાલે છે તેમ કહેવાય.
આ તફાવતને બરાબર ખ્યાલ રાખવો. કાલગણના માટે સંવત્ કે ઈ. સ. નું જ્ઞાન જરૂરી છે. ભગવાન મહાવીર પછીની ૪૭૦ વર્ષ સુધીની ઘટનાને વિ. સ. પૂર્વે કહેવાય અથવા ૫૨૬ વર્ષ સુધીની ઘટનાને ઈ. સન્ પૂર્વે કહેવાય. એટલે ઈસુ પહેલા ૫૨૬ વર્ષે પ્રભુ મહાવીર થયા.
ઈસુ પહેલા ૫૬ વર્ષે વિક્રમાદિત્ય રાજા થયા એ પરદુઃખભંજન વિક્રમ મહારાજાના નામથી વિક્રમ સંવત્ થયેલ છે.
શ્રી સિદ્ધસેન દિવાકરસૂરિજી મહારાજાનાં પ્રતિબોધથી શ્રી વિક્રમરાજાએ શ્રી શત્રુંજય તીર્થનો વિશાળ સંઘ કઢાવ્યો. તે વખતે શ્રાવકોની વસતિ કરોડોની હતી. તે સંઘમાં ૧૬૯ સોનાના દેરાસરો, ૫૦૦ હાથીદાંત, ચંદન-સુખડનાં જિનાલયો, ૧૪ મુકુટબદ્ધ રાજા, ૫૦૦૦ મહાન આચાર્યો, ૭૦ લાખ શ્રાવકનાં કુટુંબો, ૧૧૦ લાખ ગાડા, ૧૮ લાખ ઘોડા, ૭૬૦૦ હાથી સંઘમાં હતાં.
ગર્દભિન્ન રાજાનો ઉચ્છેદ કરનાર તેમનું પહેલા નામ ભાનુમિત્ર રાજા હતું. ઈસામસીહ થયા ત્યારે પ્રભુવીરની ૧૨મી પાટે આચાર્ય સિંહગિરિ થયા. (વિ.સં. ૫૬) વીર સંવત્ ૧૨૬ વર્ષે
પ્રભુવીરની ૧૩મી પાટે વજસ્વામી થયા. તેમના સમયે ૧૦ પૂર્વ, ૪ સંઘયણ તથા ૪ સંસ્થાનનો ઉચ્છેદ થયો.
વીર સંવત્ ૫૭૦ વર્ષ, તથા વિક્રમ સંવત્ ૧૦૦ વર્ષે વજસ્વામીના સમયે તેમની પ્રેરણાથી જાવડશા શેઠે શત્રુંજય મહાતીર્થનો ૧૩ મો ઉદ્ધાર કરાવ્યો. જે પાંચમાં આરાનો પ્રથમ ઉદ્ધાર થયો.
ઈ. સ. પૂર્વે ૧૬૫ માં પરમ જૈન ધર્મી આસામમાં ખારવેલ મહારાજાએ મગધ ઉપર આક્રમણથી વિજય પ્રાપ્ત કરીને કલિંગ દેશના રાજાએ કબજે કરેલી (ઉડીસાકલિંગ) જિન પ્રતિમાને ત્યાંથી લાવીને વિશાલ જિનમંદિરમાં બિરાજમાન કરી. તેઓ સ્વયં પ્રતિદિન આદિનાથ ભગવાનની પૂજા કરતા હતા. એ મંદિર રાજમંદિર નામથી પણ પ્રસિદ્ધ થયેલ.
ક