________________
વિભાગ-૫
શાકાહાર શ્રેષ્ઠ છે, આરોગ્ય રક્ષક છે, માંસાહાર કનિષ્ઠ છે, રોગોત્પાદક છે. ૧) જીલેટીનઃ પ્રાણીઓનાં હાડકાનો પાવડર છે, જેનો ઉપયોગ જેલી, આઈસ્ક્રીમ,
પિપરમેનન્ટ, કેપસ્યુલ, ઍીંગમ, ટુથપેસ્ટ વગેરેમાં થાય છે. ૨) જાજાબ્સઃ રંગબેરંગી રબ્બર જેવી નરમ સાકર લગાડેલી પીપર. તે જીલેટીનના
મિશ્રણથી નરમ બને છે, જે ખાવા જેવી નથી. દહેરાસરમાં કોઈપણ પીપર નૈવેદ્ય
તરીકે ચડાવાય નહી. ૩) એકસ્ટ્રા સ્ટ્રોંગ સફેદ પીપરમેન્ટઃ જીલેટીનનું મિશ્રણ, બોન-હાડકાના પાવડરનું
મિશ્રણ તેમાં વપરાયું હોય છે. ૪) જેલી ક્રીસ્ટલઃ તેમાં જીલેટીન આવે છે. ૫) સેન્ડવીચ ઍડ તથા મેયોનીઝ તેમાં ઈડાનો રસ મિક્સ કરાય છે અને બ્રેડ ઉપર
લગાડીને ખાવામાં તેનો ઉપયોગ કરાય છે. ૬) બ્રેડ-પાઉં: અભક્ષ્ય મેંદો, ધનેરા-ઈયળનો નાશ, આથો લાવતાં ત્રસજીવોનો
અગ્નિમાં નાશ, પાણીના અંશથી વાસી રહેતાં કરોડો (લાળીયા.બેકટેરીયા) જીવો ઉત્પન્ન થાય છે, તેથી અભક્ષ્ય અને સચિત્ત છે, અને સફેદ રંગની ફુગથી શ્વાસ, શરદી,
કફના રોગો થાય છે. ૭) બટરઃ માખણમાં અસંખ્ય ત્રસ જંતુ છે. જે વિકાર અને રોગ કરે છે. કેક,
બિસ્કીટ, સેન્ડવીચમાં લગાડવામાં આવે છે. ૮) ચાયના ગ્રાસઃ જે દરિયાઈ વનસ્પતિ લીલ-સેવાળના મિશ્રણથી બને છે. (અનંતકાય છે) ૯) વાઈન બિસ્કીટ (નાના-ચપટા-ગોળ) તેમાં ઈડાના રસનું મિશ્રણથી અભક્ષ્ય છે. ૧૦) એનીમલ ટાઈપ બિસ્કીટ (જનાવરોના આકારના) જુદાં જુદાં પશુઓના આકારના
જેમકે, હાથી, ઘોડો, વાંદરો, માછલું વિગેરે આકારના હોય છે. તે ખાવાથી મેં ઘોડો ખાધો, સિંહ ખાધો એવા હિંસક સંસ્કારો બાળકોમાં પડે છે. માટે ખાવા
નહીં અને બાળકોને જાગૃતિ આપવી, પ્રતિજ્ઞાથી ત્યાગ કરાવવો. ૧૧) ક્રાફ્ટ ચીઝ સેનેટ ફ્રોમ કાઉઝ (૨-૩ દિવસના જન્મેલાં વાછરડાંની હોજરીના
રસનાં મિશ્રણથી બને છે.) તેનો ઉપયોગ બ્રેડ ઉપર લગાડવામાં તથા પીન્ઝા
બનાવવામાં થાય છે. માંસાહારનો દોષ લાગે છે, દયાગુણનો નાશ થાય છે. ૧૨) આઈસ્ક્રીમ પાવડર ઃ તેમાં જીલેટીન આવે છે અને તેના મિશ્રણથી આઈસ્ક્રીમ
બને છે. (તદુપરાંત જુદાં જુદાં કેમીકલ્સ રસાયણના મિશ્રણ આઈસ્ક્રીમમાં થાય છે. જે આંતરડાને બગાડે છે, આરોગ્યનો નાશ કરે છે, મંદાગ્નિ કરે છે.
૧૧૫)