________________
વિભાગ-૫
વધાન!
તમારી જાણબહાર જીવહિંસા તમારા જીવનમાં ઘૂસી જાય છે.
પશ્ચિમના ખ્યાતનામ ગાયક પોલ મેક્કાર્ટનીએ જિલેટ કંપનીને તેની પ્રોડક્ટસ્ પાછી મોકલીને વિરોધ નોંધાવ્યો હતો કે જ્યાં સુધી તમારી કંપનીની પ્રયોગશાળામાં પ્રાણીઓ પરના અખતરા બંધ નહીં થાય ત્યાં સુધી હું જિલેટ કંપની દ્વારા નિર્મિત એકપણ ચીજવસ્તુ વાપરીશ નહીં. પોલ મેકાર્ટનીના આ વિરોધની દુનિયાભરમાં નોંધ લેવાઈ હતી. પોલની પત્ની લિન્ડા મેક્કાર્ટની જીવદયા અને અહિંસામાં ભરપૂર આસ્થા ધરાવતી સ્ત્રી હતી.
ભારત અહિંસા અને શાકાહારનો હિમાયતી દેશ છે. આખી દુનિયાના શાકાહારીઓ ભેગા થાય તેના કરતાં પણ અનેક ગણા વધુ શાકાહારી ભારતમાં છે. દુનિયાને અહિંસાનું મહત્ત્વ ભારતે સતત સમજાવ્યું છે. હવે સ્થિતિ એવી થઈ છે કે યુરોપ - અમેરિકામાં શાકાહારીઓ વધી રહ્યા છે અને ભારતમાં માસાહારીઓની સંખ્યા વધી રહી છે. ગુજરાત માંસાહારીઓના દેશમાં ફેરવાઈ જશે ? કે પછી એની અસ્મિતા, એની આગવી ઓળખને જાળવી રાખશે ? ભવિષ્ય વિશે કશું કહેવું મુશ્કેલ છે. પણ એક વાત નક્કી છે કે માંસાહારી ખોરાક આપણે ન લેતાં હોઈએ તો પણ ‘હિંસાચારી જીવન'માં આપણે પ્રવેશી ચૂક્યા છીએ... જાણતાં અજાણતાં....!
કે
ઝાકઝમાળ અને આયાતી જીવનશૈલીના પ્રતાપે હિંસાચાર વધી રહ્યો છે. કેન્ટુકી ફ્રાઈડ ચિકન અને મેકડોનાલ્ડને ગુજરાતી લોકોએ અપનાવી લીધાં છે. આ સ્થિતિમાં શાકાહારી જીવન જીવવું દુષ્કર નથી છતાં મુશ્કેલ છે. એ સર્વવિદિત છે કે મોટા ભાગની કંપનીઓની ટૂથપેસ્ટમાં હાડકાંનો પાઉડર હોય છે. વળી વોશિંગ્ટનમાં જણાવ્યા પ્રમાણે ક્લોરાઈડ, સોર્બિટોલ, સોડિયમ, તત્ત્વો બાળકો માટે ખાસ જીવલેણ હોય છે..! આમાંથી છટકીને ક્યાં જશો. ?
પણ જેમને સંપૂર્ણ શાકાહારી અને અહિંસામય જીવન જીવવું છે તેમની મદદ માટે ‘બ્યુટી વિધાઉટ ક્રુઅલ્ટી’ નામક સંસ્થા કાર્યરત છે. આ સંસ્થાએ ‘અ વેજિટેરિયન લાઈફસ્ટાઈલ' નામક ૪૭૪ પાનાનું એક પુસ્તક બહાર પાડ્યું છે, જેમાં પૃથ્વી, જળ કે આકાશના એક પણ પ્રાણીને ભય, ત્રાસ કે મૃત્યુ પમાડ્યા વગર જીવન જીવવાની શૈલી રજૂ કરવામાં આવી છે. મહામહેનતે સંશોધનો આદરીને તેને આ પુસ્તકમાં સમાવવામાં આવ્યાં છે અને તેના સંપાદકો છે ડાયના રત્નાગર અને રણજિત કોંકર. આશા, રાજેશ, પલ્લવી અને દિલીપ મહેતા આ પુસ્તકનાં સ્પોન્સર છે અને સાત હજાર લોકોને તે નિઃશુલ્ક વહેંચવામાં આવ્યું છે. પુસ્તકમાં કોઈ કંપનીની કે સંસ્થાની
૧૦