________________
વિભાગ-૫
અમેરિકામાં તમે સત્તાવાર રીતે ડેરી ફલેવરવાળા ‘દૂધ' પીતા હો છો. દૂધની માત્ર ફલેવર હોય છે. એક અમેરિકન કંપની માત્ર બટર ફલેવર જ નહીં પણ ક્રિમી બટર ફલેવર પણ વેચે છે. ચીઝ ફલેવર અને મિલ્ક-બટર ફલેવર વેચાય છે. મેકડોનાલ્ડઝનાં ફ્રેન્ચ ફ્રાયઝમાં (બટાટાની કતરી) કેવી ‘નેચરલ ફલેવર' ઉમેરી છે તે રહસ્ય તમને મેકડોનાલ્ડઝ કોર્પોરેશનના
ભાડૂતી ભારતીય ટ્રુઓ (C.E.O.) કહેશે નહીં. હકીકતમાં કેટલીક ફલેવર એનિમલ પ્રોડક્ટમાંથી એટલે કે પ્રાણીની ચરબીમાંથી બને છે.
કેન્સર, બ્રેઈન ટ્યુમર, જેવા જીવલેણ બીમારીના કારણરૂપ ‘નિયોટેન' નામનું કૃત્રિમ રસાયણ (ફલેવર) સાકર, સેક્રિન કરતાં ૧૩,૦૦૦ ગણી વધુ મિઠાશ ધરાવે છે. કોકાકોલા વિગેરે કોલ્ડ્રીન્કસ કંપનીઓ વધુ નફો મેળવવા એનો ઉપયોગ કરે છે. નવા જમાનાના આ બધા કૃત્રિમ સ્વિટનરના વેપારનો ઈજારો મલ્ટીનેશનલ કંપનીઓનાં હાથમાં છે તેઓને પ્રજાના આરોગ્યની નહીં. પણ, પોતાના નફાની જ વધુ ચિંતા હોય છે. પાર્લામેન્ટરી કમિટીએ કોલાનાં પીણાને ગંદા જંતુનાશક કહેવા છતાં પૈસા ખાતર મોડેલો પણ જાહેરાતો કરે છે અને આપણે અમૃત સમાન ૨૨ રૂા. લિટર દેશી ગાયનાં દૂધની અવગણના કરી ભારોભાર ઝેર જેવા કોલ્ડ્રીંક્સોને ૭૦ પૈસાનાં પાણીનાં પચ્ચીસ રૂપિયા હોંશે હોંશે ચૂકવી જાતેજ આપણા દેશ અને દેશબંધુઓને ગરીબી તરફ ધકેલીએ છીએ.
અમેરિકામાં ન્યુજર્સી નામના શહેર આજુબાજુ ફલેવર્સ અને ફ્રેગરન્સ વેચતી ડઝનબંધ કંપનીઓ છે, તેમાં ‘ઈન્ટરનેશનલ ફલેવર્સ એન્ડ ફ્રેગરન્સિઝ' કંપની એ જગતમાં મોટામાં મોટી છે. મૈસુરની ફૂડ ટેક્નોલોજીની ડિગ્રી લઈને અહીં જાઓ તો તુરંત નોકરી મળી જાય છે.
ચોકલેટમાં પણ કોકો કરતાં તેની
ફલેવર વધુ હોય છે : કન્ફેક્શનરી, કુકીઝ (કેઈક), બીયર, દારૂ, પિત્ઝા, ટોમેટો કેચઅપ એ બધામાં આર્ટિફિશિયલ ફલેવર ઉમેરાય છે. આજે અમેરિકામાં થોમસ હેફટી નામનો જર્મન સાયન્ટિસ્ટ ફલેવરનો રાજા
ગણાય છે. ફલેવરની ૨૦,૦૦૦ સિન્થેટિક (કૃત્રિમ) વેરાયટી છે, તેમાં એકલા સ્ટ્રોબેરી માટે જ ૩૦૦ જાતની ફલેવર છે. આ ડો. થોમસ હેફટી મોડર્ન ફૂડ ઈન્ડસ્ટ્રીના વાસી નાસ્તાને સ્વાદ બક્ષે છે, તેમાં સ્વિટ્ઝર્લેન્ડની ગીવાયુડાન (GIVAUDAN) ની કૃત્રિમ ફલેવર સવારના બ્રેકફાસ્ટ- સિરિયલ, આઈસ્ક્રિમ, કહેવાતી હર્બલ ટી, બિસ્કિટ, કેઇક મિક્સ, સૂપ, ચૂઈગગમ વગેરેનો ટેસ્ટ વધારવા વપરાય છે. તમે જે પ્રોસેસ્ડ ખાઘો ખાઓ છો તેમાં દરેક પાંચમાંથી એકમાં સ્વિસ કંપનીની ફલેવર હોય છે. વેનિલાના આઈસ્ક્રિમ કે મિલ્ક શેકમાં કેરળમાં ઊગેલા વેનિલા નહીં પણ સ્વિસ ફેક્ટરીમાં બનેલા બાટલીવાળા વેનિલા હોય છે. કોફીની ફલેવર બનાવવી સૌથી અધરી છે તે ‘ગીવાયુડાન’ બનાવે છે.
૧૩૬