________________
વિભાગ-૫
ગુજરાતી માતાઓ, તમે જે બાળોતિયાં વાપરો છો એને જ જુઓ. આપણી જૂના જમાનાની માતાઓ બાળકોનાં બાળોતિયાં ધોતિયાં અને સુતરાઉ સાડલામાંથી ફાડીને વાપરતી હતી. આધુનિક માતાઓ એક વખત વાપરીને ફેંકી દેવાનાં ડિસ્પોઝેબલ બાળોતિયાં વાપરે છે. જિલ બાર્કર નામની એક એમબીએ થયેલી કેનેડિયન યુવતી અંગ્રેજને પરણીને લંડનમાં રહી. એણે રસાયણો વિશે ખૂબ વાંચેલું. લગ્ન કર્યા પછી બાળક થયું. એણે એના બાળકને નેપીઝ (Nappies) એટલે કે ડિસ્પોઝેબલ બાળોતિયાં પહેરાવ્યાં અને બાળક રડવા માંડ્યું. થોડા દિવસ પછી સાથળમાં ચાઠાં પડ્યાં. ચાઠાં વધ્યાં અને ગાલ પર પણ ફેલાયાં. જિલ બાર્કરે પછી શોધી કાઢ્યું કે આધુનિક, ડિસ્પોઝેબલ બાળોતિયાંમાં હાનિકારક કેમિકલ્સ છે. એણે ઊંચા પગારની નોકરી છોડીને રોજ ધોઈ ધોઈને વાપરી શકાય તેવાં બાળોતિયાં બનાવવા માંડ્યાં. આજે એનીં બ્રાન્ડ ગ્રીન બેબી ખૂબ ખપે છે.
આજે યુરોપની ઘણી માતાઓ ડિસ્પોઝેબલ અને રસાયણથી ભરેલાં બાળોતિયાં વાપરતી નથી. ગ્રીન બેબીની બાળકો માટેની ચીજો એટલે કે રસાયણ વગરના સાબુ, રસાયણ વગરની સુતરાઉ ચાદર, વગેરે વેચાવા માંડ્યાં છે. સ્વીડન, જર્મની અને કેનેડામાં ગ્રીન બેબીની દુકાનો
ટાં લીલા ઝેર છે?
ખૂલી છે.
તમને ઘેર બનાવેલા ભાખરી કે ખાખરા ભાવતા નથી અને જે વાસી બ્રેડ ખૂબ ભાવે છે તે અવનવી જાતની આવે છે. તેમાં જે ફુગ થાય છે તે નરી આંખે દેખાતી નથી. તેમાં એફલાટોકિસન નામના કેન્સર પેદા કરનારા તત્ત્વો છે જે, અનેક રૂપે આવે છે. નામ-રૂપ જૂજવા, પણ અંતે તો ઝેરનો ઢગલો છે. કુદરતી સ્વરૂપના સ્ટાર્ચમાં કેટલીક મર્યાદા હોય છે. એને સ્વાદિષ્ટ અને ટકાઉ બનાવવા માટે ટેકનોલોજિસ્ટોએ ઘઉં અને જવની ખાદ્ય ચીજોની પત્તર ખાંડી નાખી છે. ઘઉંના આટાને એસિડ થકી મોડિફાય કરવામાં આવે છે - સુધારવામાં આવે છે. તેમાં એન્ઝાઈમ-પાચક રસોને નામે અમુક ઓક્સિડાઈઝિંગ રસાયણ નાખવામાં આવે છે, જેથી એ ટકાઉ બને. એ સ્ટાર્ચ ઠંડા પાણીમાં જલ્દી ઓગળે તે માટેનાં પ્રાણીજ રસાયણ નાખવામાં આવે છે. એના ટેક્સચર સુધારવા રસાયણ નાખવામાં આવે છે.
લંડનનું દૈનિક ધ ઓબ્ઝર્વર બ્રિટિશ અને યુરોપિયન વાચકોને કહે છે કે શેમ્પૂની જરૂર નથી. વાળને શાઈન આપવા વાળને લીંબુના રસથી ધુઓ. શરીર અને ચહેરાની ચામડીને તાજાં આમળાંના રસથી ધુઓ. સિઝન ન હોય તો લીંબુના દ્રાવણને મંદ કરી ચહેરો ધુઓ.શેમ્પૂમાં કેટલાં બધાં રસાયણ હોય છે ?
૧૩.