________________
વિભાગ-૫ ૨૧) સાબુ નહાવાના ઘણાંખરામાં પ્રાણીજ ચરબી આવે છે, જે મટન ટેલોમાંથી
બનાવવામાં આવે છે. હિંસક પદાર્થનો ત્યાગ કરી નિર્દોષનો પ્રયોગ કરવો એ
દયાળુનું કર્તવ્ય છે. ૨૨) સૌંદર્ય પ્રસાધનો : લિપસ્ટીક, આઈબ્રો, શેમ્પમાં જનાવરોના હાડકાંનો ભૂકો,
લાલ લોહી તેમજ જુદા જુદા અવયવોના રસમાંથી અને ચરબીમાંથી તૈયાર થાય છે. સસલા, વાંદરા ઉંદર ઉપર તે પદાર્થોનો પ્રયોગ થાય છે. તેમાં અસંખ્ય જનાવરો મરી જાય છે. અંધ બની જાય છે. મેકઅપમાં શરીરના સુશોભન માટે સ્ત્રીઓ અને પુરૂષો તેનો ભરપૂર ઉપયોગ કરે છે, એનો દરેક અહિંસા પ્રેમીએ અવશ્ય ત્યાગ કરવો જોઈએ. આજથી જ પ્રતિજ્ઞા કરી હિંસક પદાર્થોનો જીવનભર ત્યાગ કરો. જીવનને દયામય બનાવો. લિપસ્ટીકઃ ચરબી, લોહી તથા માછલીના શરીરના ભીંગડા સૂકવીને ઉપયોગ થાય છે. જેટલીવાર તમારી જીભ હોઠ ઉપર લાગે તેટલીવાર માંસના અણુઓ પેટમાં જાય છે. તેની હાનિકારકતાની ચકાસણી કરવા સેંકડો વાંદરાને પરાણે ખવડાવી મોતને ઘાટ ઉતારાય છે.દરેક દયાપ્રેમી બેનોએ ત્યાગ કરવો અને કરાવવો જોઈએ.
'દ્વિદળ સમજો અને ત્યાગ કરો...!
જેની બે સરખી ફાડ થાય, જેમાંથી તેલ ન નીકળે, જે ઝાડના ફળરૂપ ન હોય, એટલે સામાન્ય રીતે કઠોળ માત્ર દ્વિદળ કહેવાય. ચણા, મગ, મેથી, લાંગ, કળથી, લીલવા, મસૂર, કુમટીયા, મઠ, અડદ, દ્વિદળની સુકી ફળીઓ, લીલા-સુકાં પાંદડા, ભાજી, તેનો આટો, દાળ, વડી, પાપડ, સુકવણી, બુંદી, કળી, મેથીના કુરિયા, સંભાર, લીલા ચણા, ચોળી, ગુવાર, વાલોર, વટાણા, એની બનાવટો, આ બધા પદાર્થો કાચા દહિ, દૂધ, છાશ, શ્રીખંડ, સાથે સંયોગ થતાં તેમાં અસંખ્ય બેઈન્દ્રિ જીવોની ઉત્પત્તિ થાય છે. પારાવાર હિંસા થાય છે. બજારનાં ઈડલી, દહિંવડા, ઢોસા, ચટણી વગેરેમાં કેટલાય દિવસોનાં કાચા દહિં છાસનાં બોળામાં અસંખ્ય ત્રસજીવોની હિંસા હોવાથી અભક્ષ્ય છે. અજૈનોમાં મહાભારતમાં પણ દ્વિદળ સાથે ગોરસ ખાવાથી માંસાહાર ભક્ષણનું પાપ કહ્યાં છે. વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ કાચા ગોરસ (દૂધ, દહિં, છાશ) સાથે દ્વિદળ ખાવાથી તે વિરૂદ્ધ આહાર છે અને ચામડીનાં રોગો, વિકારો થાય છે. માટે કોઈપણ સંજોગોમાં દ્વિદળ સાથે કાચા ગોરસ ખાવા યોગ્ય નથી. તેમજ દ્વિદળ કે છાશ અલગથી ખાધા પછી પણ હાથ અને મુખશુદ્ધિ કરવી જોઈએ.
૧૭