________________
વિભાગ-૩
પરાક્રમી હતો. તે વખતે શાન્તિ આચાર્ય સૂરાચાર્ય - બુદ્ધિસાગર વગેરે જૈન પંડિતો થયા તથા ભીમદેવની પત્ની રાણી ઉદયમતીએ રાણકી વાવ બંધાવી.
પાટણના રાજા ભીમદેવના મંત્રી વિમલ શાહે આબુ પર બંધાવેલું આદીનાથ ભગવાનનું આરસનુ કલાત્મક ભવ્ય જિનાલય આજે પણ વિશ્વમાં બેનમૂન ગણાય છે.
ભીમદેવની પત્ની ઉદયમતીથી કર્ણ નામે પુત્ર થયો. સોલંકી વંશનો છઠ્ઠો રાજા કર્ણદેવ થયો. ઈ. સ. ૧૦૬૪ થી ૧૦૯૪ - ૩૦ વર્ષ સુધી તેણે શાસન કર્યું. તેની પત્ની દક્ષિણના રાજા જયકેશીની પુત્રી મીનળદેવી હતી. કર્ણદેવના સમયમાં જ નવાંગી ટીકાકાર આચાર્ય અભયદેવસૂરિ થયા. સોલંકી વંશનો સાતમો રાજા સિદ્ધરાજ જયસિંહ મહાન પ્રતાપી રાજા થયો. ઈ. સ. ૧૦૯૪ થી ૧૧૪૩ સુધી ૪૯ વર્ષ તેણે રાજ્ય કર્યું. અપુત્ર હતો..
તે
સોલંકી વંશનો આઠમો રાજા કુમારપાળ ઈ. સ. ૧૧૪૩ માં સુ. ૪ ના દિવસે ગાદી ઉપર આવ્યો. જે ભીમદેવના પુત્ર – હરપાળના પુત્ર ત્રિભુવનપાળનો પુત્ર હતો.
કુમારપાળે મહાપ્રધાનપદે ઉદાયન મંત્રીના પુત્ર વાગ્ભટ્ટને સ્થાપ્યો. વિ. સં. ૧૨૨૨ માં કુમારપાળના મંત્રીએ તે વખતે શત્રુંજય મહાતીર્થનો ૧૪ મો ઉદ્ધાર કરાવ્યો.
મહારાજ કુમારપાળ પછી અજયપાળ રાજા થયો. તે ઘણો ક્રૂર, નાસ્તિક તથા મંદિરોનો વિધ્વંસક થયો. આખરે પાપના કટુ અંજામના ફળ રૂપે તે જ ભવમાં પોતાના સૈનિક દ્વારા મરાયો. તે માત્ર ત્રણ વર્ષ રાજ્ય કરી શક્યો. ઈ. સ. ૧૧૭૬ માં તેમનું મૃત્યુ થયું.
ત્યારપછી અજયપાળનો પુત્ર મૂળરાજ પાટણની ગાદી ઉપર આવ્યો. બે વર્ષ શાસન કર્યું. આ રીતે -
સોલંકી વંશના નવમા રાજા તરીકે અજયપાળ.
દશમો રાજા મૂળરાજ બીજો.
અગિયારમો રાજા ભીમદેવ બીજો. બારમો છેલ્લો રાજા ત્રિભુવનપાળ બીજો.
ચૌલુક્ય વંશના શાસન પછી વાઘેલાનું શાસન આવ્યું. તે વખતે પાટણના રાજધાની બદલાઈને ગુજરાતની રાજધાની ધોળકા થઈ.
ત્યારપછી વાઘેલા વંશના પ્રથમ રાજા - વિસલદેવ જે વીરધવલ મહારાજાના પુત્ર હતા, તે આવ્યો.
the