________________
વિભાગ-૩
વિક્રમ સંવત્ ૧૧પ૦ આસપાસ (હેમચન્દ્રાચાર્ય પ્રથમ) જિનવલ્લભગણિએ છ કલ્યાણકની પ્રરૂપણા કરીને ખરતરગચ્છનો પાયો નાંખ્યો.
વિ. સં. ૧૧૫૯ માં પૂનમીયાગચ્છની ઉત્પત્તિ થઈ.
૪૦ મી પાટે યશોભદ્રસૂરિના શિષ્ય મુનિચન્દ્રસૂરિ થયા. જેમણે લલિત વિસ્તરા ગ્રન્થ પર પંજિકા ટીકા બનાવી. તે વખતે વાદિવેતાલ શાન્તિસૂરિ થયા. જેમણે ઉત્તરાધ્યયન સૂત્ર ઉપર બૃહદ્દીકા રચી હતી.
મુનિચન્દ્રસૂરિના શિષ્ય વાદિદેવસૂરિ થયા. જેમણે પ્રમાણનય તત્ત્વાલોકની રચના કરી. તેમણે જ દિગમ્બર કુમુદચન્દ્રાચાર્યને સિદ્ધરાજની સભામાં (પાટણ) હરાવ્યા.
વાદિદેવસૂરિએ સ્યાદ્વાદ રત્નાકર ગ્રન્થની રચના કરી, તથા તેમના શિષ્ય રત્નપ્રભસૂરિએ તે ગ્રન્થ ઉપર રત્નાકરાવતારિકા ટીકા બનાવી.
વિ. સ. ૧૨૦૪ માં જિનવલ્લભસૂરિના શિષ્ય જિનદત્તસૂરિ દ્વારા ખરતરગચ્છની સ્થાપના થઈ.
વિ. સ. ૧૨૧૩મા આર્યરક્ષિતસૂરિ દ્વારા વિધિપક્ષ યાને અચલગચ્છની ઉત્પત્તિ થઈ. તેમાં મુહપત્તિ નહીં પણ વસ્રનો છેડો રાખવાનું પ્રચલન થયું. વિ. સં. ૧૨૫૦ માં આગમિકાગચ્છની ઉત્પત્તિ થઈ.
વિ. સ. ૧૨૪૮ માં મહમદગોરી દ્વારા પૃથ્વીરાજ ચૌહાણનું મૃત્યુ થયું. ૨૧ વખત પૃથ્વીરાજે તેને હરાવ્યો. પણ આખર નારી સંયુક્તાના પાશમાં ફસાઈ જવાના કારણે તેનું પતન થયું. ભારત ઉપર વિ. સં. ૧૨૭૭ માં ચીન બાજુથી આવેલા ચંગીઝખાનનું આક્રમણ થયું.
*~)
વિ. સ. ૧૩૦૦ આસપાસ માંડવગઢના મહામંત્રી પેથડ શાહ થયા. તેઓ દેદા શાહના પુત્ર હતા. જીવનમાં ઘણા બધા સૃસ્કૃતના મહાન કાર્યો કર્યા હતા. તેમનું આખું જીવનચરિત્ર વાંચવા લાયક છે. તેમના ગુરૂ આચાર્ય ધર્મઘોષસૂરિ હતા.
પેથડ શાહ ના પુત્ર ઝાંઝણ શાહ થયા.
~)
વિ. સ. ૧૩૪૮માં સૌ પ્રથમ મુસ્લિમ શાસન ગુજરાતમાં આવ્યું. એ મુસ્લિમ બાદશાહે કરણ વાઘેલાની પત્નીને પોતાની બેગમ બનાવી. વાઘેલાને હરાવ્યો. તે વખતે કરણ પોતાની છોકરીને લઈને દેવગિર (દૌલતાબાદ) ગયો.
c)
be