________________
વિભાગ-૫
મોટા ઉદ્યોગપતિનું ટાઈમ ટેબલ છે. ટી. વી., રેડીયોના પ્રોગ્રામના પણ ટાઈમ ટેબલ ફિક્સ હોય.છે.
જેને જીવનમાં શાંતિ, મૃત્યુ વખતે સમાધિ અને પરલોકમાં સદ્ગતિ જોઈતી હોય તેણે પોતાનાં જીવનનું એક ટાઈમ ટેબલ બનાવવું જ જોઈએ.
આ હતું મહારાજા કુમારપાળનું ટાઈમ ટેબલ
પરમાર્હત્ અઢાર દેશનાં મહારાજા કુમારપાળે રાજ્યવહીવટ વિગેરે સાંસારિક વ્યવહારિક કાર્યોની વચ્ચે પણ નીચે મુજબ પોતાનું ટાઈમ ટેબલ ગોઠવ્યું હતું. ૧) સૂર્યોદય પૂર્વે સવારે ૪ વાગે નમસ્કાર મહામંત્રના સ્મરણપૂર્વક તેઓ ઉઠતાં હતાં. ત્યારબાદ સામાયિક, પ્રતિક્રમણ કરીને શ્રી યોગશાસ્ત્ર અને વીતરાગ સ્તોત્રનો પાઠ કરતા હતા.
૨) ઉચિત કાયશુદ્ધિ કરીને ગૃહચૈત્યમાં પ્રાતઃપૂજા (વાસક્ષેપ પૂજા) કરતાં હતાં. ૩) ત્યારબાદ યથાશક્તિ પચ્ચક્ખાણ કરતાં હતા.
૪) કાયાદિની સર્વશુદ્ધિ કરીને તેઓ ત્રિભુવનપાલ વિહારમાં જઈ ૭૨ સામંતો ૧૮૦૦ કોટ્યાધિપતિઓ સાથે અષ્ટપ્રકારી જિન પૂજા કરતાં હતા.
૫) પ્રતિદિન ગુરુપૂજા - ગુરુવંદન કરીને પચ્ચક્ખાણ કરતાં હતા.
૬) પ્રતિદિન જિનવાણી શ્રવણ કરતાં હતા.
૭) પોતાના સ્થાનમાં આવીને લોકોની અરજીઓ સાંભળતાં હતા.
૮) બપોરે નૈવેદ્યના થાળ ચૈત્યોમાં ધરાવતા હતા.
૯) સાધર્મિક બંધુની ભક્તિ, અતિથિ સંવિભાગ, અનુકંપાદાન આપીને ભોજન કરતાં હતા.
૧૦) સભામાં વિદ્વાનો સાથે શાસ્ત્રાર્થ, ધર્મચર્ચા કરતાં હતા.
૧૧) રાજસિંહાસને બેસીને સામંત, મંત્રી, શ્રેષ્ઠિઓને માર્ગદર્શન આપતાં હતા.
૧૨) આઠમ, ચૌદશના પૌષધ, ઉપવાસ કરતાં અને પ્રતિદિન રાત્રિભોજન ત્યાગ
કરતા હતા.
૧૩) સાંજે ગૃહચૈત્યની પૂજા - આરતિ, મંગલદીવો પછી પ્રતિક્રમણ કરતાં હતા. ૧૪) ઉપાશ્રયે જઈને ગુરુમહારાજ સાથે પ્રતિક્રમણ, સામાયિક કરતા હતા. ૧૫) પછી ગુરુમહારાજ પાસે ધર્મચર્ચા, શંકાસમાધાન કરતા હતા. ૧૬) સ્ફુલિભદ્રાદિ મહાપુરુષોનું સ્મરણ કરી અનિત્યાદિ ભાવના, વિશ્વમૈત્રી, વિશ્વકલ્યાણ ભાવના, ચાર શરણ સ્વીકારી નમસ્કાર મંત્રનું સ્મરણ કરવા વડે રાત્રિ પસાર કરતા હતા.
૧૦૦