________________
વિભાગ-૫
ગુડ માઈલ)
તું ક્યાંથી આવ્યો છે...? ક્યાં જવું છે...? લાઈફના સ્ટોન
દેવગતિ :
-
જે જીવ સુંદ૨ધર્મનુ પાલન કરતો હોય, જેના શરીરના અવયવો અને ઈન્દ્રિયો સક્ષમ – સુંદર હોય, જેને સારા સ્વપ્નો આવતા હોય, જે નીતિમાન હોય, જે કવિ હોય – તે જીવ દેવલોકમાંથી આવ્યો છે અને દેવલોકમાં જશે ... એવું સુચવે છે.
મનુષ્યગતિ :
જે જીવ માયા કપટ ન કરતો હોય, જે દયાળુ હોય, દાનવીર હોય, પાંચે ઈન્દ્રિયને કાબુમાં રાખતો હોય, હોંશિયાર અને સરલ હોય એવો તે જીવ મનુષ્યલોકમાંથી આવ્યો હોય છે અને મનુષ્યલોકમાં જશે એવું સુચવે છે.
¿
પશુગતિ (તિર્યંચગતિ) :
જે માયાવી અને લોભી હોય, જેને ખૂબ ભૂખ લાગતી હોય અને વારંવાર ખાતો હોય, જેને દરેક બાબતમાં આળસ આવતી હોય તે જીવ પશુગતિમાંથી આવ્યો છે અને પશુગતિમાં જવાનો છે એમ સમજવુ.
નરકગતિ :
પ
જે સરાગી હોય, સ્વજનોનો દ્વેષી હોય, બોલવામાં હલકા શબ્દો તૂચ્છ ભાષા પ્રયોગ કરતો હોય, મૂર્ખ સાથે દોસ્તી રાખે, આરંભ - સમારંભમાં આનંદ આવે તેવા જીવો ઘણું કરીને નરકગતિમાંથી આવ્યા હોય છે અને નરકગતિમાં જવાના હોય છે, એમ જાણવુ.
આ વાત સામાન્યપણે જણાવી છે. બાકી મનુષ્યગતિ અને તિર્યંચગતિ માં રહેલો જીવ ચારે ગતિમાં જઈ શકે છે, દેવ અને નારક ના જીવો ચ્યવીને દેવ કે નારક ન થઈ શકે અને દેવ કે મનુષ્યગતિમાંથી આવેલો જીવ કુસંગાદિનાં રવાડે ચઢી હલ્કી ગતિમાં જઈ શકે છે. માટે દુર્ગતિનાં ભયંકર ત્રાસથી બચવા દેવ અને માનવગતિનાં લક્ષણોને ધ્યાનમાં રાખી તે પ્રમાણે શુભકાર્યમાં પુરુષાર્થ કરવો જોઈએ.
ઈન્ટરનેટ યુગની ફાસ્ટ લાઈફમાં કોઈની પાસે સમય નથી. નાના, મોટા, વિડલો સહુના સવારથી સાંજ સુધીનાં ટાઈમ ટેબલ ફીક્સ છે. સ્કુલ - કોલેજ ક્લાસમાં અટવાતા વિદ્યાર્થીઓનું ટાઈમ ટેબલ નક્કી છે, સર્વિસ કરતાં કારકુનોથી માંડી મોટા
૧૦૬