________________
વિભાગ-૩ જનગણમન ગાવાની ના પાડી દીધેલી. એ બાળકોને સુપ્રીમ કોર્ટે પણ ચુકાદો આપ્યો કે કોઈને રાષ્ટ્રગીત ગાવાની ફરજ પાડી ન શકાય. તેથી કેરળના તમામ ખ્રિસ્તીઓ પાવરમાં આવી ગયેલા.
આ જિહોવાહ પંથી ખ્રિસ્તીઓ લગ્નની ઉજવણી કે મરણની કોઈ વિધી કરતા. નથી. ઉત્સવો કે રજા પાળતા નથી. માત્ર વર્ષમાં એક વખત ઈશ્વરની યાદમાં મોટું જમણ રાખે છે. પુરૂષો સંતતિ નિયમન માટે નસબંધીનું ઓપરેશન પણ કરાવતા નથી. આમાના ઘણા માને છે કે સિગારેટ કે દારૂ પીવે તેને ભગવાનના દ્વારે પ્રવેશ મળતા નથી. ત્યારે કેથોલીકના ઘણા પાદરીઓ તો ઘરમાં જૂનો શરાબ રાખે છે. આ જિહોવાહ પોતાને સાચા ખ્રિસ્તી માને છે અને કેથોલીકોને બગડેલાં જંગલી ખ્રિસ્તી કહે છે.
કાન્તિ ભટ્ટ (ગુ. સ. માંથી) - ગોડ (God)ની દિશામાં / ગોડ (God)ની આધુનિક નિર્યુક્તિ કોઈએ આ પ્રમાણે કરી છે. 'G' જનરેટરઃ સર્જન કરનાર (બ્રહ્મા) (રજોગુણ) (ઉત્પાદ) (જન્મ) "0" ઓપરેટરઃ પોષણ કરનાર (વિષ્ણુ) (સત્ત્વગુણ) (ધવ્ય) (જીવન) 'D' ડીસ્ટ્રોયર વિસર્જન કરનાર (મહેશ) (તમોગુણ (વ્યય) (મૃત્યુ)
ભગવાન પુણ્યના સર્જક છે માટે બ્રહ્મા છે. ભગવાન ધર્મના પોષક છે માટે વિષ્ણુ છે.
ભગવાન કર્મના નાશક છે માટે મહેશ છે. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ઉપરના અર્થ મુજબ પદાર્થ માત્રમાં || થતી સ્વાભાવિક ઘટના છે. એ ઘટનાને જ જુદા જુદા સ્વરૂપે પ્રતીકરૂપે | દેવ માનવામાં આવ્યા છે. જેઓ ઘડે, ટકાવે, નષ્ટ કરે. પદાર્થ | માત્રનો સ્વભાવ જ એવો છે. પદાર્થ જ્યારે જન્મ પામે (નવું સ્વરૂપ ધારણ કરે) ત્યારે બ્રહ્મા, પદાર્થ જ્યારે કેટલોક કાળ ટકી રહે ત્યારે વિષ્ણુ, પદાર્થ જ્યારે નાશ પામે ત્યારે તે જ મહેશ છે.
જન્મ એટલે બ્રહ્મા,! જીવન એટલે વિષ્ણુ! મૃત્યુ એટલે મહેશ ! શ્વાસ લેવો તે જન્મ, શ્વાસ ટકાવવો તે જીવન, શ્વાસ બહાર કાઢવો મૂકવો તે મૃત્યુ છે. જન્મ-જીવન અને મૃત્યુની, ઉત્પાદનવ્યય અને ધ્રૌવ્યની આ પ્રક્રિયા સતત ચાલ્યા જ કરે છે. તેમાં સતત ભગવાન યાદ આવવા જોઈએ. “God” નું આ જ રહસ્ય છે.
IlliD)li,1)