________________
વિભાગ-૩ ૪૪ મી પાટે - વિ. સ. ૧૨૮૫માં વડગચ્છના હીરલા જગચ્ચન્દ્રસૂરિને જીવનભર આયંબિલની મહાન તપશ્ચર્યાના કારણે ચિત્તોડના મહારાણાએ “તપા'નું બિરૂદ આપ્યું, તેથી તે સમયે વડગચ્છનું નામ તપાગચ્છ તરીકે પરિવર્તિત થયું. - ૪૫ મી પાટે જગચ્ચન્દ્રસૂરિના શિષ્ય દેવેન્દ્રસૂરિ કર્મગ્રન્થોના રચયિતા થયા. તેમણે માલવાદેશમાં ૧૨ વર્ષ સુધી વિહાર કર્યો.
૪૬ મી પાટે દેવેન્દ્રસૂરિના શિષ્ય ઘર્મઘોષસૂરિ થયા, જે પેથડ શાહના ગુરૂ હતા. | (વસ્તુપાલના ગુરૂ – નરચન્દ્રસૂરિ હતા)
૪૭ મી પાટે સોમપ્રભસૂરિ બીજા થયા. તેમણે તપાગચ્છના સાધુઓને દક્ષિણ – કોંણ (મહારાષ્ટ્ર) ઉત્તર મારવાડ વગેરેમાં વિહારો બંધ કરાવ્યા. કારણકે તે સમયે ત્યાં ખરતરગચ્છના જોરથી નિર્દોષ પાણી મળતું ન હતું. તપાગચ્છમાં ત્રણ ઉકાળાવાળું પાણી પહેલેથી જ ચાલે છે.
ત્યારપછી આ. સોમપ્રભસૂરિ થયા. વનસ્પતિની હિંસા ઝેરથી બચવા માટે તેમના માટે થઈ. તેથી પ્રાયશ્ચિત માટે તેમણે છ વિગઈનો ત્યાગ કર્યો. ચોબારી કચ્છ વાગડમાં તેમને મારાઓ મારવા આવ્યા હતા, પણ તેમની ઊંઘમાં પણ પ્રમાર્જના ક્રિયા જોઈને આશ્ચર્યયુક્ત થઈ ગયા અને માફી માંગી. (તે ઘટના પ્રાયઃ તેમના વિષે હોવી જોઈએ.). વિ. સં. ૧૪૨૪ આસપાસ સોમસુંદરસૂરિ થયા. ૧૪૪૪ સ્થંભોવાળું જગવિખ્યાત રાણકપુર તીર્થ બંધાવનાર શેઠ વત્તા મંત્રી ધરણાશા સિરોહી રાજ્યનાં (હાલ રાજસ્થાન રાજ્યનાં સિરોહી જિલ્લાના) નાંદીયા ગામના વતની હતા. ધરણાશાએ ૩૨ વર્ષની યુવાનીમાં, શત્રુંજય મહાતીર્થ પર આવેલા ૩ર સંઘો વચ્ચે, સંઘતિલક કરાવી, ઈદ્રમાળ પહેરી, ગુરુમુખે, પ્રભુસમક્ષ ચોથું વ્રત - બ્રહ્મચર્ય ઉચ્ચર્યું હતું. (અજોડ તીર્થ સ્થાપકની સાથે સાથે અજોડ વ્રત ધારક હતા. તે વખતે વિ. સ. ૧૪૨૪ તૈમુરલંગ મુસ્લિમ બાદશાહે ભારત પર આક્રમણ કર્યું. • સિરોહી જિલ્લાનાં રોહિડા નગરનાં આદિનાથ ભગવાનનાં જિનાલયમાં મૂળનાયક શ્રી આદીશ્વર પ્રભુની જમણી બાજુમાં, પાસે જ એક મૂર્તિ છે, જે મૂર્તિ ઘડાયેલી નથી. માત્ર મૂર્તિનો આકાર છે. મૂર્તિ બનાવવા માટે પથ્થરને ગોળાઈનો આકાર આપેલ છે. આ મૂર્તિ ગામના કો'ક કૂવા અથવા તો વાવડીમાંથી પ્રાપ્ત થયેલી. ચોક્કસ ખ્યાલ નથી. મૂર્તિને ઘડવા માટે ટાંકણાં ચલાવ્યાં, પણ ન લાગ્યાં. ટાંકણાં ચલાવતી વખતે તેમાંથી દૂધ ને લોહીની ધારા વહેવા લાગી, તેથી ટાંકણાં બંધ રાખ્યાં, અને જેમની તેમ ત્યાં બિરાજમાન કરી. આજે પણ તે ત્યાં જ છે, અને પ્રતિમાજીની જેમ જ પૂજા-પ્રક્ષાલ આદિ થાય છે.