________________
વિભાગ-૩
દૂર થયો. શાસનદેવીની સહાય તેમને પ્રાપ્ત થઈ હતી. અતિશય બુદ્ધિના સ્વામી તેમણે ૧૧ અંગ પૈકી નવ અંગો પર સુવિસ્તૃત ટીકાની રચના કરી. જે હાલ ઉપલબ્ધ છે. ઈ. સ. ની બારમી શતાબ્દીમાં દ્રોણાચાર્ય, મલધારિ હેમચન્દ્ર, મલયગિરિ ટીકાકાર વગેરે વિદ્વાનો પણ થયા હતા.
ચન્દ્રાચાર્ય
વિ. સં. ૧૧૪૫ કલિકાલસર્વજ્ઞ આચાર્ય હેમચન્દ્રસૂરિનો જન્મ થયો. તેમનું જન્મ નામ - ચાંગો, માતા પાહિની, પિતા ચાચિંગ, જન્મ સ્થળ ધંધુકા હતુ.
વિ. સં. ૧૧૫૦ માં તેમનું દીક્ષા નામ સોમચન્દ્રમુનિ હતું. પણ હેમસુર્વણના ચમત્કારથી તેમનું નામ હેમચન્દ્ર એ પ્રમાણે પ્રસિદ્ધ થયું.
વિ. સં. ૧૧૬૬ માં આચાર્ય પદવીથી કલિકાલસર્વજ્ઞ હેમચન્દ્રાચાર્ય બન્યા. તેમણે સાડા ત્રણ ક્રોડ શ્લોકોની અભિનવ મહાન રચના કરી.
ગુજરાતની રાજધાની પાટણ નરેશ સિદ્ધરાજ જયસિંહની વિનંતીથી તેમણે સવા લાખ શ્લોક પ્રમાણ બૃહદ–મધ્યમ-લઘુ વૃત્તિ સહિત ન્યાય સહિત સિદ્ધહેમ સંસ્કૃત વ્યાકરણની અદ્ભુત રચના કરી.
મહારાજા કુમારપાલને પ્રતિબોધ કરી પરમાર્હત જૈનધર્મી બનાવ્યો. તેમજ ૧૮ દેશોમાં અમારિ – અહિંસાનું પ્રવર્તન કરાવ્યું. કુમારપાલ મહારાજાનું રાજ્ય શાસનકાલ વિ. સં. ૧૧૯૯ થી ૧૨૨૯ - ૩૦ વર્ષ સુધી રહ્યું.
તે પહેલા સિદ્ધરાજ જયસિંહનું પાટણની રાજધાની ગુજરાતમાં ૫૦ વર્ષ રાજ્યશાસન ચાલ્યું હતું.
તેઓ ચૌલુક્ય વંશના હતા. (હાલ ગુજરાતીમાં અપભ્રંશથી તે સોલંકી વંશ કહેવાય છે.)
મહારાજા સારંગદેવના સમયમાં કર્ણાવતી (અમદાવાદ) રાજધાની હતી.
સિદ્ધરાજ જયસિંહના પિતા રાજા કર્ણદેવે એ કર્ણાવતી વસાવી હતી. તે પહેલા આસાપલ્લી ગામ ભિલ્લોનું ગામ હતું. તે સ્થાન કર્ણદેવને આરામ માટે ગમી ગયું, માટે કર્ણાવતી વસાવી.
મુસ્લિમ અહમદશાહે તેનો કિલ્લો બનાવ્યો અને કર્ણાવતી નામને બદલીને અમદાવાદ (અહમદાબાદ) રાખ્યું. તેને આજે પણ ૫૦૦/૬૦૦ વર્ષ થયા હશે.
એક વખત સિદ્ધરાજની સભામાં શ્વેતાંબર – દિગમ્બર વચ્ચે વાદવિવાદ શરૂ થયો.
se