________________
વિભાગ-૩
મહાવીર નિર્વાણના ૨૪૪ વર્ષે અશોક પરલોકવાસી બન્યો.
ત્યારપછી સંપ્રતિ મહારાજા થયા, જેમનો પૂર્વભવનો સંબંધનો વૃતાંત તથા આર્ય સુહસ્તીસૂરિ દ્વારા જૈનધર્મનો સ્વીકાર કર્યો, વગેરે વાત પ્રસિદ્ધ છે. તેના મહત્ત્વપૂર્ણ કાર્યોનો ઉલ્લેખ વિસ્તૃત રીતે આવે છે.
સંપ્રતિએ પણ ઉજ્જયિનીમાં સાધુ - સાધ્વીઓની બૃહત સભા કરી અને જૈનધર્મ પ્રચારાર્થ અનેક ગામો નગરો વગેરેમાં ઉપદેશક સાધુઓનો વિહાર કરાવ્યો. અનાર્ય દેશોમાં પણ પ્રચાર કર્યો.
વીર સવંત ૨૯૩ વર્ષે સંપ્રતિ મહારાજાનો સ્વર્ગવાસ થયો. વર્તમાનમાં પણ તેમણે ભરાવેલ અદ્ભૂત જિન પ્રતિમાઓ હજારોની સંખ્યામાં ઉપલબ્ધ થાય છે.
પ્રભુ મહાવીરના સમયમાં રાજગૃહી નગરમાં (બિંબિસાર ઉપનામ) શ્રેણિક રાજા ભગવાન મહાવીરના શ્રેષ્ઠ ઉપાસક હતા. તેણે પ્રભુ પાર્શ્વનાથ આદિના ચરણ યુગલથી પવિત્રિત કલિંગદેશના ભૂષણ સમાન અને તીર્થ સ્વરૂપ કુમારગિરિ નામના બન્ને પર્વતો પર ઋષભદેવ સ્વામીના અત્યંત મનોહર જિનપ્રસાદ બનાવ્યા અને તેમાં શ્રી ઋષભદેવની સુવર્ણમયી પ્રતિમાને સુધર્માસ્વામિ દ્વારા પ્રતિષ્ઠિત કરાવીને સ્થાપિત કરી. તે સિવાય શ્રેણિક મહારાજાએ તે બન્ને પર્વતો પર શ્રમણ શ્રમણીવૃંદને ચાતુર્માસને યોગ્ય અનેક ગુફાઓ ખોદાવી હતી, જેમાં સાધુ - સાધ્વીઓ ધર્મ, જાગરણ, ધ્યાન, શાસ્રાધ્યયન, વિવિધ તપશ્ચર્યાની સંયમધર્મની પાલનાપૂર્વ સ્થિરતાપૂર્વક ચાતુર્માસ કરતા હતા.
શ્રેણિકનો પુત્ર અજાતશત્રુ અપર નામ કોણિક થયો. જેણે પિતા શ્રેણિકને કારાવાસમાં પૂરીને ચંપાનગરીને મગધની રાજધાની બનાવી. કોણિક પણ જૈનધર્મનો અનુયાયી ઉત્કૃષ્ઠ શ્રાવક હતો. તેણે પણ કલિંગ દેશના કુમાર તથા કુમારી પર્વત પર પોતાના નામથી અંકિત પાંચ ગુફાઓ ખોદાવી હતી.
પણ અંત સમયે અત્યંત લોભ અને અભિમાનમાં આવીને ચક્રવર્તી બનવાની ઈચ્છા કરી, પરિણામે કૃતમાલ દેવે કોણિકને મારી નાંખ્યો. મૃત્યુ પામીને છઠ્ઠી નરકે તે ગયો ! ~)
ભગવાન મહાવીર નિર્વાણ પછી ૧૭૦ વર્ષે (ઈ. સન પૂર્વ ૩૫૭) ૧૪ પૂર્વધર આચાર્ય ભદ્રબાહુનો સ્વર્ગવાસ થયો.
ભગવાન મહાવીર નિર્વાણ પછી (ઈ. સન પૂર્વે ૫૨૭) પછી ૫૦ વર્ષ બાદ (ઈ. સન પૂર્વ ૪૭૭) મગધમાં નંદ રાજ્ય સ્થાપિત થયું. અને ૧૫૫ વર્ષ (ઈ. સન પૂર્વે
93