________________
વિભાગ-૩
* પ્રભુનો જન્માભિષેક મહોત્સવ છપ્પન દિકુમારિકા, ૬૪ ઈન્દ્રો અને અસંખ્ય દેવ દેવીઓએ મળીને મેરૂશિખર પર ઉજવ્યો હતો ત્યારે ૧,૬૦,૦૦,૦૦૦ કળશોથી અભિષેક કર્યો હતો.
યૌવન વય પામતાં માતાપિતાનો અતિશય આગ્રહ થતાં પ્રભુનાં લગ્ન યશોદા નામની રાજકન્યા સાથે થયાં હતાં.
માતાપિતા સ્વર્ગવાસ પામ્યા બાદ ૨૮ વર્ષની યૌવન વયે પ્રભુ દિક્ષા લેવા તૈયાર થયા હતા, પણ મોટાભાઈ રાજા નંદિવર્ધનના આગ્રહના કારણે બે વર્ષ સંસારમાં વધુ રોકાયા હતા.
પ્રભુની દિક્ષાનો સમય થતાં નવ લોકાંતિક દેવોએ આવીને પ્રભુને આ પ્રમાણે વિનંતી કરી હતી. ‘‘જય જય નંદા ! જય જય ભદ્દા ! જય જય ખત્તિવર વસહા ! હે પરમતારક પ્રભુ ! આપ જય પાર્મી ! જય પામો ! હે ક્ષત્રિયોમાં શ્રેષ્ઠ ઋષભ સમાન પ્રભુ આપ જય પામો ! હે ત્રણ લોકના નાથ ! આપ બોધ પામો ! બોધ પામો ! આપ સંયમધર્મને સ્વીકારો ! કર્મ ખપાવી કેવલ જ્ઞાનને પ્રાપ્ત કરો ! વિશ્વના સર્વ જીવોનું હિત કરનારા ધર્મતીર્થની સ્થાપના કરો.
* ત્યારબાદ પ્રભુએ એક વર્ષ સુધી વર્ષીદાન આપ્યું હતું. કારતક વદ દશમને દિવસે ચન્દ્રપ્રભા નામની પાલખીમાં બેસીને ભવ્ય વરઘોડા સાથે દિક્ષા લેવા માટે પ્રભુ જ્ઞાતખંડ ઉદ્યાનમાં પધાર્યા હતા. ઉદ્યાનમાં આવ્યા બાદ પ્રભુએ પોતે જ તમામ અલંકારોને ઉતાર્યા હતા. પંચમુષ્ટી લોચ કર્યો હતો. સઘળાં પાપ કર્મોને ત્યજીને ‘નમો સિદ્ધાણં‘પદ બોલીને પ્રભુએ દિક્ષાનો સ્વીકાર કર્યો હતો, તે જ વખતે પ્રભુને ચોથું મન:પર્યવજ્ઞાન પણ ઉત્પન્ન થયું હતું.
* દિક્ષા લીધા બાદ પ્રભુએ ઘોર ઉપસર્ગો અને પરિષહોને સહન કર્યા હતા. સાડાબાર વર્ષમાં પ્રભુએ ક્યારેય નિદ્રા લીધી ન હતી. સદા મૌન
ન
૪૯
101