________________
વિભાગ-૩
રહ્યાા હતા. સાડાબાર વર્ષમાં ક્યારેય પ્રભુ પલાંઠી વાળીને બેઠાં ન હતા પણ દિવસ રાત કાઉસ્સગ્ગ ધ્યાનમાં રહ્યા હતાં. સાડાબાર વર્ષમાં પ્રભુએ કુલ ૪,૧૬૧ ઉપવાસનો તપ કર્યો હતો. જ્યારે તપના પારણાના દિવસ માત્ર ૩૪૯ હતા.
આ રીતે સાડાબાર વર્ષ પસાર થયા બાદ વૈશાખ સુદી દશમને દિવસે, બિહાર દેશમાં, જાંભિય ગામ પાસે ઋજુવાલિકા નદીના કિનારે, શ્યામક નામના ખેડૂતના ખેતરમાં, ભગ્ન યક્ષ મંદિરના પાછળના ભાગમાં, શાલવૃક્ષ નીચે, ગોદોહિકા આસનમાં, પ્રભુને કેવલજ્ઞાન અને કેવલદર્શન ઉત્પન્ન થયું હતું.
તે દિવસે સમવસરણમાં બેસીને પ્રભુએ બાર પર્ષદામાં દેશના ફરમાવી હતી, પરંતુ કોઈપણ જીવને સર્વવિરતિધર્મનો પરિણામ ન જાગવાથી એ દેશના નિષ્ફળ ગઈ હતી.
વૈશાખ સુદી અગિયારસના દિવસે પ્રભુ મહાસેન વનમાં પધાર્યા હતા. ત્યાં ઉપદેશ આપીને ઈન્દ્રભૂતિ આદિ અગિયાર બ્રાહ્મણોના મનનાં સંશયોને દુર કર્યા હતા. ૪૪૦૦ શિષ્યો સાથે તેમને દિક્ષા આપી હતી. તે ૧૧ શિષ્યોએ દ્વાદશાંગી શાસ્રોની રચના કરી હતી. પ્રભુએ તેમને ગણધરપદે સ્થાપ્યા હતા, તથા ચતુર્વિધ સંઘ સ્વરૂપ ધર્મતીર્થની સ્થાપના કરી હતી.
પ્રભુની ધર્મદેશનાના પ્રભાવે રાજા - મહારાજાઓ, શેઠ - શાહુકારો, ગ્રામજનો તેમજ ચોર - ડાકુ - લુંટારા અને પાપાત્માઓનાં જીવનનાં પરિવર્તન થયા હતાં.
શ્રેણિક મહારાજા, ચેડા મહારાજા, કોણિક, ચંડપ્રઘોત અને ઉદાયન વગેરે અનેક રાજાઓ પ્રભુના પરમ ભક્ત હતાં.
* પ્રભુએ પોતાનું છેલ્લુ ચાતુર્માસ પાવાપુરીમાં હસ્તિપાલ રાજાની લેખશાળામાં કર્યું હતું. આસો વદ અમાવાસ્યાની મધ્યરાત્રિએ પોતાનું નિર્વાણ જાણીને પ્રભુએ છઠ્ઠના તપમાં સતત ૪૮ કલાક સુધી દેશના આપી હતી.
૫૦