________________
વિભાગ-૩ પછી થયા. પૂર્વભવમાં વિશાલા નામની નગરીમાં રાજા હતા. એક વખત શત્રુથી પરાજય થવાથી વૈરાગ્ય થયો અને દીક્ષા લીધી. પરંતુ પરાજયનું દુઃખ ભૂલાયું નહીં. આગળ જઈ નિયાણું કર્યું કે મારા સંયમ અને તપના પ્રભાવથી હું ચક્રવર્તી બનું. આયુષ્ય પૂર્ણ થતાં સાતમા દેવલોકમાં દેવ થયા. ત્યાંથી મૃત્યુ પામી કૃતવીર્ય રાજા અને તારા રાણીના સુપુત્ર સુભૂમ ચક્રવર્તી બન્યા. પોતાના પિતા કૃતવીર્ય તથા દાદા અનંતવીર્યની હત્યા વૈરનો બદલો લેવા માટે સુભૂમે પરશુરામનો વધ કર્યો અને એકવીશ વખત સર્વ બ્રાહ્મણોનો નાશ કરાવ્યો. આ રીતે રૌદ્રધ્યાનથી સાતમી નરકનું કર્મ બંધન કર્યું અને છ ખંડ ઉપરાંત બીજા છ ખંડ જીતવા નીકળ્યો. ત્યારે ચક્રવર્તીના સંપૂર્ણ સૈન્યની પાલખી ઉપાડનારા ૧૬ હજાર દેવોએ એકી સાથે વિચાર્યું કે, જો હું એક ન ઉપાડું તો શું થઈ જવાનું છે ? એમ વિચારી બધા જ દેવોએ લવણ સમુદ્રના માર્ગે એકી સાથે પાલખી છોડી દીધી. એ જ સમયે સૈન્યની સાથે સુભૂમ ચક્રવર્તી મૃત્યુ પામી રૌદ્ર ધ્યાન અને અતિ લોભના પાપે સીધા નીચે સાતમી નરકમાં પહોંચ્યા.
આથી આપણને એ શીખવા મળે છે કે, હિંસા અને અતિલોભ કરવાનું પરિણામ હંમેશા ભયંકર જ હોય છે.
ચક્રવર્તી જો સુખ, વૈભવ, રાજ્ય, ઋદ્ધિ આદિનો રાગ છોડીને દીક્ષા લે તો મોક્ષ અથવા દેવલોક મળે છે. જો રાજ ઋદ્ધિ ન છોડે, સંસારમાં રહે તો નરક મળે છે.
આમ અનુક્રમે આ અવસર્પિણી કાળમાં ૨૪ તીર્થંકરો થયા. તેમાં આસન્ન ઉપકારી આપણે જેમના શાશનમાં છીએ તે ૨૪ માં ભગવાનનું જીવનચરિત્ર સંક્ષેપથી જોઈએ.
ભવ નામ
૧. નયસાર (ગામના મુખી)—
આયુષ્ય
૨. સૌધર્મ દેવ (૧) ૩. મરિચી
૧ પલ્યોપમ
૮૪ લાખ પૂર્વ
૪. બ્રહ્મદેવલોકમાં (૫) ૧૦ સાગરોપમ
૫. કૌશિક
૬. પુષ્પમિત્ર
૮૦ લાખ પૂર્વ ૭૨ લાખ પૂર્વ
૪૫
વિશેષ જાણકારી
સમકિત પ્રાપ્તિ : પશ્ચિમ
વિદેહમાં
નીચ ગોત્ર કર્મબંધ કુળમદ ત્રિદંડી વેષ પ્રારંભ
કોલાક ગામમાં ત્રિદંડી થૂણા નગરીમાં ત્રિદંડી