________________
JUL
વિભાગ-૩ સનકુમાર ચક્રવર્તી: ૧૫ મા શ્રી ધર્મનાથ ભગવાનના શાસનમાં છે તે થયા. એક વખત ઈન્દ્ર મહારાજાએ પોતાની રાજસભામાં સનકુમારના પિયા, રૂપની પ્રશંસા કરી. ત્યારે બે દેવોને મનમાં શંકા થઈ કે મનુષ્યનું રૂપ શું શું દેવોથી પણ વધારે પ્રશંસાપાત્ર હોઈ શકે? તેથી તે બન્ને દેવો પરીક્ષાનું કરવાના હેતુથી બ્રાહ્મણના રૂપમાં આવ્યા. તે વખતે સનકુમાર સ્નાન કરવા બેઠેલા હતા. રૂપને જોઈ બન્ને દેવતાઓ પ્રસન્ન થયા અને બોલ્યા || કે ઈન્દ્ર મહારાજાએ જેવું ચક્રવર્તીના રૂપનું વર્ણન કર્યું હતું તેવું જ જોવા | મળ્યું. પોતાની પ્રશંસા સાંભળી સનકુમારે કહ્યું : રૂપ જોવું હોય તો રાજસભામાં આવજો. બ્રાહ્મણો જતા રહ્યા. - રાજસભામાં જ્યારે બ્રાહ્મણો આવ્યા ત્યારે ચક્રીને જોઈ મોટું ફેરવી નાખ્યું. રાજાએ કારણ પૂછ્યું ત્યારે કહ્યું કે આપના શરીરમાં ૧૬ રોગ It પેદા થઈ ગયા છે. આ સાંભળી રાજા શુભ ભાવમાં ચઢ્યા. વિચારવા લાગ્યા કે આ શરીરનો શું ભરોસો? ક્યારે મને ઠોકર આપે ? એમ વિચારી સંસાર છોડી સંયમ ગ્રહણ કર્યું. દીક્ષા લઈ તુરત વિહાર કર્યો. વિહાર કરતી વખતે ૬૪ હજાર રાણીઓ તેમજ અન્ય પરિવાર છે મહિના સુધી તેમની પાછળ ફરતો રહ્યો... છતાં તેમણે પાછળ વળીને જોયું પણ નહીં અને ૭૦૦ વર્ષ સુધી તે સર્વ રોગોને સમતાપૂર્વક સહન છે.
ક્મ.
ON
એક વખત બે દેવ પરીક્ષા કરવા આવ્યા. તેમણે કહાં અમે વૈદ્ય ) છીએ અને તમારા બધા રોગો નાબૂદ કરી દઈએ. મુનિએ પોતાની સાધનાના પ્રભાવથી ઉત્પન્ન થયેલી લબ્ધિઓથી આંગળી પર પોતાની [M થોડી થૂક લગાડી. થૂક લગાડતાં જ આંગળી સોના જેવા વર્ણવાળી ચમકવા લાગી. આટલી વિશિષ્ટ શક્તિઓ પોતાની પાસે હોવા છતાં પણ તેમણે પોતા માટે તેનો પ્રયોગ ન કર્યો! કેવો પરમ નિઃસ્પૃહભાવ ' ' અને કેવી તિતિક્ષા અને સમતાનો અદ્ભુત ગુણ...! આ જોઈ દેવોએ . હમા માગી અને પોતાના સ્થાને ચાલ્યા ગયા.
આયુષ્ય પૂર્ણ કરી સનકુમાર મુનિ સ્વર્ગમાં ગયા.
શ્રી શાંતિનાથ, શ્રી કુંથુનાથ, શ્રી અરનાથ આ ત્રણ તીર્થકર ભગવંતો બન્યા અને સાથે ચક્રવર્તી પણ બન્યા. પહેલા ચક્રવર્તી થયા પછી સર્વ Ha] ઋદ્ધિ ત્યાગ કરીને તીર્થંકર બન્યા.
શ્રી શાંતિનાથ ભગવાન પૂર્વભવમાં મેઘરથ નામના રાજા હતા. Fe
3