________________
વિભાગ-૩
ઈતિહાસમાં મહંમદતઘલખ નામનો તુક્કેબાજ બાદશાહ થઈ ગયો. એકવાર એનાં મનમાં એક તરંગ ઉઠ્યો. દુનિયામાં કોઈએ ન કર્યું હોય એવું કામ મારે કરવું છે, અને દુનિયાનો ઈતિહાસ લખવાનું નક્કી કર્યું. વિદ્વાનોને બોલાવ્યા, લેખન સામગ્રી વ્યવસ્થા કરી આપી. કામ શરૂ થયું. ૬ મહિના થયા, એટલે બાદશાહે પૂછ્યું કેટલું લખ્યું ? વિદ્વાનોએ કહ્યું હજી તો ક્યાંથી શરૂઆતની વિચારણા કરી છે.
પાંચ વર્ષ થયા પછી પૂછ્યું તો કહ્રાં હજી હવે લખવાની શરૂઆત કરી છે. ૨૦ વર્ષ થયાં બાદશાહે કહ્યું કેટલું કેટલું કામ થયું. વિદ્વાનોએ કહ્યું હજી તો ભૂમિકા લખાઈ રહી છે. ત્યારે બાદશાહે કહ્યું એકવાર લઈ આવો, એટલે વિદ્વાનો ૭૦ મોટા પટારા ઊંટ ઉપર ચડાવી લઈ આવ્યા. જોઈને બાદશાહ કહે અરે ભાઈ, આ શું ? આટલા ગ્રંથો વાંચવાનો સમય નથી. જીંદગી પૂરી થઈ જશે. એકદમ સંક્ષેપથી સંભળાવો. બધા મુંઝાઈ ગયા, એટલે એક વિદ્વાને કહ્યું જહાંપનાહ એક જ વાક્યમાં કહી દઉં ? સાંભળો, આ દુનિયામા ઈન્સાન જન્મે છે, જીવન જીવે છે અને VVP મરી જાય છે...!
આ સંસાર અનંતકાળથી છે, અનંતકાળ સુધી રહેવાનો છે...! દુનિયાનો પ્રારંભ (Starting Point) નથી તેમ અન્ત (Ending Point) પણ નથી. જૈન દર્શનમાં દુનિયાનો ભૂતકાળ અનંત છે અને ભવિષ્યકાળ એનાં કરતાં અનંતગણો છે. વર્તમાનકાળ ૧ સમય (૧ સેકંડમાં હજારો સમય) રૂપ છે. અનંતી ઉત્સર્પિણી - અવસર્પિણી (અનંતા પુદ્ગલપરાવર્ત) સ્વરૂપ આ દુનિયાનો સંપૂર્ણ ઈતિહાસ તો કેવળજ્ઞાની જ જાણે છે. છતાં વર્તમાન અવસર્પિણીના ઈતિહાસ (History) ના કાંઈક અંશને જાણીશું..!
૧ કાળચક્રમાં ઉત્સર્પિણીનાં ૬ આરા અને અવસર્પિણીનાં ૬ આરા એમ કુલ ૧૨ આરા હોય છે.
“ઉત્સર્પિણી કાળ એટલે ક્રમશઃ વૃદ્ધિ પામતો સમય એ કાળમાં સુખ, સમૃદ્ધિ, બળ, આયુષ્ય, શરીર વગેરે વૃદ્ધિ પામતા રહે છે. જ્યારે અવસર્પિણીકાળ એટલે ક્રમશઃ ઉતરતો સમય તે કાળમાં સુખ, સમૃદ્ધિ, બળ, આયુષ્ય, શરીર વગેરે ઉત્તરોત્તર ઘટતા જાય છે.
આ વિકાસ અને વિનાશ સામુહિક રીતે થાય છે. વ્યક્તિની અપેક્ષાએ નહિં. આ અવસર્પિણીનાં ૧-૨-૩ આરા યુગલિક સમય હતો. ૩ જા
૪૧
ચા
दঙ
25