________________
વિભાગ-૧ આ રીતે સતત ૩ આવૃત્તિ કરો પછી અન્ય યોગાસનો કરો. પ્રાર્થના કરો...! વિધિપૂર્વક જાપ કરવાથી યોગમાર્ગની વિશિષ્ટ સિદ્ધીઓ પ્રાપ્ત થાય છે. ૐકારનો જાપ તેના અર્થનું ચિંતન કરવાપૂર્વક પરમાત્મા પ્રત્યે પ્રગાઢ ભાવના પૂર્વક કરવો. મંત્રનું માત્ર રટન એ તો એક અચેતન ક્રિયા છે, જે એક પ્રકારની મૂછ કે સંમોહન માત્ર પેદા કરે છે. સાચો જાપ તો ચેતનાનું જાગરણ કરે છે.
૧) મંત્રનું મનમાં ધીમા સ્વરે ઉચ્ચારણ ૨) મંત્રના અર્થનું અનુસંધાન (અર્થબોધ)
૩) પ્રગાઢ ભાવના મંત્રના અધિષ્ઠાતા પરમાત્મા સાથે આત્મિક જોડાણ આમ મંત્રધ્વનિનું ઉચ્ચારણ, એનો અર્થબોધ અને એના અધિદેવતા પ્રત્યે ભક્તિભાવના ૐકારની સાધના કરનાર સાધક અલૌકિક આકર્ષણ શક્તિ પ્રાપ્ત કરે છે. શરીરમાં મુખ સંબંધી, શ્વાસ, સાયનસ, બહેરાશ, ખીલ, ચામડીના રોગો, ગુમડા, હાર્ટ એટેક, બી.પી. વગેરે અનેક પ્રકારની બિમારીઓ દૂર થાય છે. શરીર નિરોગી બને છે, મન સ્વસ્થ અને આત્મા પુષ્ટ બને છે.
ભાષ્યજાપ: ઉચ્ચારનો ધ્વનિપૂર્વક કરાતો જાપ એ ભાષ્ય જાપ છે. તે પ્રાથમિક
ભૂમિકામાં યોગ્ય છે. તેથી ભાષા શુદ્ધ અને પવિત્ર બને છે. તેથી નવકારના ભાષાત્મક સ્પંદનોના વર્તળ બહાર નભોમંડળમાં પણ વિસ્તૃત બને છે. તેમજ ભાષ્યજાપથી ધીરે ધીરે મનની સ્થિરતા
કેળવાય છે. છ મહીના સુધી આનો અભ્યાસ કરી શકાય છે. ઉપાંશુ જપઃ આ જાપમાં ધ્વનિ નથી હોતો, માત્ર હોઠ ફફડે છે, ભાષ્ય કરતાં
આ ઉપાંશુ જાપ સૂક્ષ્મ છે, આમાં સ્થિરતા વધે છે. માનસ જાપ : આ જાપ માત્ર મનના ઊંડાણથી થાય છે. મનની તલ્લીનતા આથી
ખૂબ વધે છે. જાપની સંખ્યા પણ વધે છે, તેનો વેગ તથા તેની સૂક્ષ્મતા અતિશય સ્પંદિત થાય છે. આ પ્રમાણે જાપ કરતા કરતા પછી મનથી પણ પેલેપાર સહજ રીતે આત્મામાંથી અજપાજપનો નાદ પ્રગટે છે. જાપ સૂતર, સ્ફટિક વગેરેની ઉત્તમમાળાના માધ્યમથી અથવા તો હાથની આંગળીથી નંદાવર્ત, શંખાવર્ત વગેરે રૂપે પણ કરવામાં આવે તો તેના પણ અલગ અલગ પ્રભાવ હોય છે.
૨૩