________________
વિભાગ-૧
ગળ વધવાની "કી” ૧) આપ યોગનું જ્ઞાન માત્ર ૧૦ ટકા જ મેળવો અને એને પચાવવા - આત્મસાત
કરવા ૯૦ ટકા અભ્યાસમાં જ આપની શક્તિને કેન્દ્રીત કરો. ૨) માણસ સાધનના અભાવે દુઃખી થતો નથી. સાધનાના અભાવે દુઃખી થાય છે. ૩) મહાન આદર્શ જ મહાન માનવીનું સર્જન કરે છે.
ન ધ્યાન આજના ઈર્ષા, નિંદા અને તૃષ્ણાના કહેવાતા ઈન્ટરનેટ યુગની અતિ ફાસ્ટ લાઈફ સ્ટાઈલમાં ઈચ્છાઓ પૂર્ણ ન થતાં ધાર્યુ ન થતાં, એની અસર શરીર ઉપર થાય છે. શરીર થાકે છે. શરીર રોગોથી ઘેરાય છે. આજના માનવીને શ્રમ, હતાશા, નિરાશા, થાક, ડીપ્રેશન જલ્દી આવી જાય છે. તેનાથી બચવા છૂટવા તે યોગ અને ધ્યાન તરફ ખેંચાય છે. પરંતુ અભ્યાસ ન હોવાથી અને સતત ભવિષ્યની ચિંતા કરવાની ટેવ પલાંઠી લગાવી સ્થિરતા લાવવા દેતી નથી. તે સમયે સ્તવન, સ્તોત્ર, સ્તુતિ દ્વારા પરમાત્માની ભક્તિ, નમસ્કાર મંત્ર જાપ કે ક્રિયા યોગ કરવાથી માનસિક શાંતિ ચિત્તપ્રસન્નતાઆનંદનો અનુભવ થાય છે. હૃદય કોમળ અને સંવેદનશીલ બને છે.
ધ્યાનની પૂર્વભૂમિકા ભાવના છે. ક્રોધ, ઈર્ષ્યા, અસૂયા, રાગ-દ્વેષ કઠોરતા, નિંદા વિગેરે ચિત્તનાં સૌથી મોટા મળોને સાફ કરવા ભાવના ભાવવાની છે. કોઈપણ જીવ આપણું બગાડે ત્યારે આપણને એની પ્રત્યે પૂર્વગ્રહ, અણગમો થાય છે, અને મનમાં વૈરભાવના બીજ રોપાય છે. એને બાળવા મૈત્રાદિ ભાવના ભાવવવાની છે. બીજાનાં દુઃખ દૂર કરવાનાં વિચારો આપણા પોતાના દુઃખ દૂર કરે છે. બીજાને સુખી કરવાની ભાવના જ આપણને સુખી બનાવે છે.
ચિત્તમાં પડેલા કઠોરતા-દોષને કાઢવા કરુણા ભાવના લાવવી ચિત્તમાં પડેલા રાગ-દ્વેષ કાઢવા માધ્યસ્થભાવના ભાવવી ચિત્તમાં પડેલા વૈરભાવને કાઢવા મૈત્રીભાવના ભાવવી ચિત્તમાં પડેલા ઈષ્ય-અસૂયા કાઢવા પ્રમોદભાવના ભાવવી
સંકલિષ્ટ ચિત્તમાં ધ્યાન થતું નથી. ધ્યાન કરવાની ચીજ નથી પરંતુ દોષોથી મુક્ત એવા નિર્મલ ચિત્તમાં ધ્યાન સ્વતઃ થઈ જાય છે.
ઊી
રે [f. ના