________________
વિભાગ-૧
અને સમસ્ત સૂક્ષ્મન્દ્રિયો પ્રભાવિત થાય છે.
‘’ એ સંજીવની છે. ૐ નાદનો અભ્યાસ કરતાં પહેલા એનાં ૩ વર્ણોને (અઉ-મ્) સમજી લઈએ. એમાં ત્રિપદી સમાએલી છે.
‘અ’ કારનો ઉચ્ચાર કંઠમાંથી થાય છે. ‘અ’ સર્જન ઉત્ત્પતિ ને સૂચવે છે એટલે ત્રિપદી માં ‘ઊપ્પનેઈ’, વા ‘ઉ' એ મધ્યમાં છે ‘ઉ' ના ઉચ્ચારણ દરમ્યાન જીભનું ચલણ (Rolling) છે, છતાં પોતાનાં સ્થાનમાં સ્થિર છે એટલે ‘‘ર્વેઈવા’' જ્યારે ‘મ્’ નાં ઉચ્ચારણ સમયે બન્ને હોઠ ભેગા થાય છે. મુખબંધ થાય છે જે જીવનનાં અંત નો સૂચક છે. એટલે ‘‘વિગમે ઈવા’’...!
આ મંત્રમાં ઉત્પત્તિ સ્થિતિ લય; આદિ મધ્ય અંત આ ત્રણેય સ્થિતિને આવરીને ૐકારનાં ધ્યાન વખતે આ ત્રણે સ્થિતિનું ભાન સાધકને કરાવે છે. હું કેવી રીતે કરવો ? ૧)પ્રથમ પદ્માસન કે અર્ધપદ્માસનમાં બેસીને આંખો બંધ કરવી
૨) પછી ઓમકારનો ‘ઓ’ વિલંબિત ઉચ્ચારણ. ‘ઓ' વિલંબિત કરવા માટે પ્રથમ શ્વાસ બહાર કાઢો અને તેજીથી ઝડપથી ઊંડો શ્વાસ એટલો બધો ભરો કે શરીર આખું ટાયર જેવું થઈ જાય... એ પછી શ્વાસને પાંચની ગીનતી (મનમાં પાંચ સુધી ગણત્રી) કરો ત્યાં સુધી હવાને અંદર ટકાવી રાખો. આંતર કુંભકમાં ટકો પછી હોઠને આગળ અને અર્ધચન્દ્રાકારમાં ગોઠવી ઓ.....નાદ સાથે હવા બહાર કાઢો. જેમ જેમ હવા નાદ સાથે બહાર નીકળે તેમ તેમ શરીરને પણ શિથિલ કરો પેટને અંદરની બાજુ સંકોચન આપી દિર્ઘ ‘‘ઓ’’ કરો પછી થોડી હવા બાકી રહે ત્યારે લઘુ ‘મ્’ નો નાદ કરી એ આવૃત્તિ પૂર્ણ કરો.
૩) ‘‘ઓમકાર... નો મ્ વિલંબિત...!'' ઉપર મુજબ હવા તીવ્રતાથી ભરો. પ્રથમ ‘ઓ’ નો લઘુનાદ (નાનો નાદ) કરી તુરંતજ મોં બંધ રાખી નાસિકા માંથી મ્.... નો વિલંબિત નાદ કરો. શરીરને શિથિલ કરતાં જશો. આવી રીતે બીજી આવૃત્તિ પૂર્ણ કરો.
૪) ‘ઓમકા૨’ નો ‘ઓ’ અને ‘મ્’ વિલંબિત. એક શ્વાસ બહાર કાઢી તીવ્રતાથી શ્વાસ અંદર ભરી.. આ ભરેલા શ્વાસમાંથી ઓ... ને અને મ્... ને બન્નેને વિલંબિત કરતાં કરતાં કપાળનો ભાગ ભૂમિમાતા સાથે અડાડો અને બન્ને હાથને આગળ સીધા લંબાવી ભૂમિ પર મૂકી .. નમનની સ્થિતિમાં આવો...!
નમનની સ્થિતિમાં આંતર નિરીક્ષણ કરો કે તમારા મન પરથી શુભ અસર થઈ છે.? ભાવનામાં શું ફરક પડ્યો.. ! શારીરિક, માનસિક કે ભાવનાત્મક તનાવ દૂર થયો.. ?
૨