________________
નવ--
રીતે છે, પરંતુ ધન કંચન ઈત્યાદિ બાહા પદાર્થને સ્વામી નથી. તથા તેના નીવ: =જીવ ક્યા ક્યા કારણે વડે (સાધનથી) બને છે? અથત છવ શેને બને છે? અથવા શી રીતે બન્યું છે? એ પ્રશ્નનો ઉત્તર-જીવ કેઈપણ કારણ સામગ્રીઓ મળીને બનેલે નથી, પરંતુ દ્રવ્યથી નિત્ય છે, અને કેઈ એને કતાં પણ નથી, જેથી જીવ એ સ્વતંત્ર પદાર્થ છે. અથવા અનાદિ અનંત સ્વયંસિદ્ધ પદાર્થ છે. તથા પુત્ર નીવ્ર ? જીવ જ્યાં રહે છે? ઉત્તર એક જીવની અપેક્ષાએ જીવ ત્વચાના પર્યન્તસુધી શરીરમાં સર્વત્ર વ્યાપ્ત છે. અને અનેક જીવની અપેક્ષાએ જીવાસ્તિકાય કાકાશમાં છે. અથવા વિવક્ષિત એક જીવ પણ કાકાશમાંજ છે. તથા વિવિ નીવ-જીવ કેટલાકાળ સુધી રહેવાને? ઉત્તર-દ્રવ્યથી અનાદિ અનંત કાળપયન નિત્ય હેવાથી સર્વકાળ રહેવાને છે, પરતુ છવ મટીને કોઈ કાળે પણ અજીવ બનશે નહિં, તેમજ જીવને અભાવ પણ થશે નહિં. તથા કૃતિવિષમાવો નીવઃ ?= જીવ કેટલા ભાવવાળે છે? અથત જીવ કેવા સ્વરૂપવાળે છે? ઉત્તર-દયિકાદિ ૬ પ્રકાર છે.(૬ સવરૂપવાળે છે). અથવા ગાથામાં રવિણ ૩ માવો કેટલા પ્રકારના ભાવવાળે ક જીવ છે? એમ વિશેષભેદે અર્થ કરીએ તે એ પ્રશ્નનો ઉત્તર-ક્ષાયિક પારિશામિક એ બે જાવ સિદ્ધને છે, ઔદયિક ક્ષ૫૦ પારિ એ ત્રણ ભાવ એકેન્દ્રિયથી ચતુરિન્દ્રિય સુધીના છાને છે. અને મનમાં વિના પંચેન્દ્રિયને પશુ છે, ચોથે ઉપશમ ભાવ અને પાંચમે ક્ષાયિક ભાવ કેટલાક પંચેન્દ્રિયોને હેય છે, અને મનુષ્યને તે જે પાંચ ભાગ હોય છે. છઠ્ઠો સાનિપાતિક ભાવ સિદ્ધ આદિ સર્વને યથાસંભવ હોય છે. એ રીતે કિ આદિ ૬ પ્રશ્નરૂપ ૬ અનુગદ્વાર વડે જીવ પદાર્થ સમજાવ્યું. જા
૧ અહિં બે ત્રણ વા ચાર ભાવ કહેવાય તે સંગી ભંગ તરીકે નહિં પરંતુ વ્યક્તિગત એકેક ભાવની પ્રાપ્તિ સમજાવવા માટે છે. સગી | ભંગ તરીકે તે છત્તે ભાવ જ કહેલ છે જ.