Book Title: Jarnaro Janai che Author(s): Lalchandra Pandit Publisher: Digambar Jain Kundamrut Kahan View full book textPage 9
________________ Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates ૫ જાય છે. (૬) જેમ ભોગભૂમિના જુગલિયા એક સાથે જન્મે છે અને સાથે જ મૃત્યુ પામે છે. તેમ કર્તાબુદ્ધિ અને જ્ઞાતાબુદ્ધિના બન્ને દોષ સાથે જ પ્રગટ થાય છે અને સાથે જ અભાવ થાય છે. “હું જાણનાર છું” પરને જાણતો નથી તેમાં શેય જ્ઞાયક સંકરદોષ જીતાય છે. સાધકને રાગાદિનો પ્રતિભાસ ભલે હો! પરંતુ રાગ જણાતો નથી; તેમાં ભાવ્ય-ભાવક સંકરદોષને જીતવાની અપૂર્વ કળા આ શાસ્ત્રમાં અદ્દભુત રીતે વણેલી છે. આમ દર્શનમોહ અને ચારિત્રમોહ અધ્યવસાનને નાથવાની સરલતમ વિધિ આ પુસ્તકમાં ઘોષિત થયેલ છે. 66 (૭) “જાણનાર જણાય છે; ખરેખર ૫૨ જણાતું નથી”; તેમાં જ ભેદજ્ઞાનની શરૂઆત, પરોક્ષ અનુમાન, પ્રત્યક્ષ અનુભવ, શ્રેણી અને ઝળહળ કેવળજ્ઞાન જ્યોતિ પ્રગટ થવાનો સંપૂર્ણ પંથ આ રચનામાં પ્રદર્શિત કરેલ છે. આશા છે કે સાધર્મીજનો આ પુસ્તકનો સુંદર લાભ લેશે. (૮) જેમના કરકમળમાં આ ગ્રંથ આવશે તેમનું નિશ્ચિતરૂપથી જીવન જ બદલી જશે. અર્થાત્ જ્ઞેય બદલી જશે. જ્ઞેય બદલતાં દિશા બદલશે. અને દિશા બદલતાં દશા બદલશે. આમ આમાં પ્રયોગની ભૂમિકા રહેલી છે. અને તેમ છતાં ચૈતન્યની અનુભવરૂપ ચાંદની ખીલે છે. (૯) “હું ૫૨ને જાણું છું અને ૫૨ જણાય છે” તે ભૂલોનો સ૨દા૨ છે. આ સર્વ પ્રકારના દોષોની ઉત્પત્તિની ખાણ છે. અને આ સાથે જ દોષોનાં પરિહારની ઉત્કૃષ્ટ વિધિ બતાવેલ છે. “ ખરેખર ૫૨ને જાણતો એ નથી, ૫૨ જણાતું એ નથી, પરંતુ જાણનાર જણાય છે. આમ સમસ્ત કોયડાનો ઉકેલ આ પુસ્તકમાં સર્વત્ર નિર્દિષ્ટ કરેલ છે. '' (૧૦) “ જાણનાર જ જણાય છે; ખરેખર ૫ર નહીં;” તેમાં જ વીતરાગતા પ્રગટ થાય છે. અને વીતરાગતા જ ચારે અનુયોગનું તાત્પર્ય છે. આમ વીતરાગતા પ્રગટ થાય તે જ આ પુસ્તક (પ્રકાશન ) નું પ્રયોજન છે. (૧૧) જે જીવો વિષય કષાયમાં રત છે તેવા જીવો પણ; જો અલ્પ સમય કાઢી અને સ્વભાવ લક્ષે ” સ્વાધ્યાય કરશે તો સારભૂત તત્ત્વ તેના લક્ષમાં આવી જતાં તત્ક્ષણ જ્ઞાયકરૂપ પરિણમી જાય તેવો આ અનુપમ ગ્રંથ છે. (૧૨) મહાપુરુષોનું પ્રત્યક્ષ સાનિધ્ય નિરંતર રહેતું નથી. તેવા સમયે; તેમના વિયોગકા.... તેમનો અક્ષરદેહ પુસ્તકરૂપે પ્રકાશિત થતાં કલ્યાણાર્થી જીવોને કલ્યાણકારી સમ્યક્દર્શન થવામાં આ પરમ આધારરૂપ થાય છે. મુમુક્ષુ ભક્તોની ભાવના સાકા૨: પૂ. ભાઈશ્રીના સ્વાનુભવ૨સ ગર્ભિત હૃદયોદ્ગારરૂપ વચનામૃતોને પ્રકાશિત કરતાં અમને અત્યંત આનંદ થાય છે. આ પુસ્તક મુમુક્ષુઓની પરિસ્પંદિત લાગણીઓને કારણે તેમજ પંચમકાળે તત્ત્વજ્ઞાનની જાહોજલાલી થાય તેવી સંવેદનમયી ભાવનાથી પ્રકાશિત પામ્યું છે. આ પુસ્તકમાં “ પૂ. ભાઈશ્રી ”ની “ જાણનાર જણાય છે”ની પ્રખરતા, મૌલિકતા, જ્ઞાનની વિચિક્ષણતા, સિદ્ધાંતોની સરવાણી, સ્વભાવની સહજતા, નાસ્તિપૂર્વક અસ્તિના સ્વીકારની વજ્રતા સમતિની સૌખ્યતા, મદ્ભાવ, એક સૂત્ર ઉપર આટલું ગંભી૨ સ્પષ્ટીકરણ, આમ વીતરાગી રસાસ્વાદ પીરસનાર આ કૃતિ છે. આ વચનામૃતોનો સ્વલક્ષી અમૂલ્ય સ્વાધ્યાય તે જ ખરું મૂલ્ય છે. મંગલ વચનામૃતોના સંકલનકર્તા અને સંપાદકનો તેમજ સહાયક કર્તાનો આભા૨:ઘણાં ઘણાં વર્ષો સુધી જેમણે પૂ. “ ભાઈશ્રીનું ” સાનિધ્ય અતિ નિકટતાથી ગ્રહણ કર્યું છે; તેમજ પૂ. ‘ભાઈશ્રી' ની જેમના ૫૨ સદા અમી દૃષ્ટિ હતી તેવા આત્માર્થી બ્રા. બ્ર. શોભનાબેન જે. શાહ દ્વારા આ વચનામૃતોનું Please inform us of any errors on Rajesh@AtmaDharma.comPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 315