Book Title: Jarnaro Janai che
Author(s): Lalchandra Pandit
Publisher: Digambar Jain Kundamrut Kahan

View full book text
Previous | Next

Page 8
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪ જેમ કેવળી ભગવાનના જ્ઞાનમાં પોતે જણાઈ રહ્યો છે પણ પોતાને ખબર નથી કે ભગવાનના કેવળજ્ઞાનમાં પોતે જણાઈ રહ્યો છે! તેથી તે (પોતે) નથી જણાતો તેમ થોડું છે?! તેમ જાણનાર જણાઈ રહ્યો છે.” તે જીવોને ભલે ખબર ન હોય, કે “પોતે જ જણાય રહ્યો છે', તેથી કાંઈ નથી જણાતો તેમ થોડું જ છે?! બધાના જ્ઞાનમાં જાણનારો જણાય છે. જો ન જણાતો હોત તો શ્રી સમયસારજીશાસ્ત્રની ૧૭, ૧૮ ગાથા અયથાર્થ ઠરત. વળી છઠ્ઠી ગાથામાં “જ્ઞયાકાર અવસ્થામાં જ્ઞાયક જણાય છે” તે પાઠ ખોટો પડત. જો આત્મા ખરેખર ન જણાતો હોત તો તો આત્મ અનુભવનો અવકાશ જ ન રહેત. આમ બધાને જાણનાર જણાય છે તે વાત શાસ્ત્રથી..ન્યાયથી...અનુમાનથી..અને અનુભવથી સિદ્ધ થાય છે. પૂ. “ભાઈશ્રી' લાલચંદભાઈની જન્મજયંતીના ઉપલક્ષ્યમાં: ભગવાન મહાવીરની દિવ્ય ધ્વનિમાં આવ્યું કે “સૌને જાણનાર જણાય છે.” શ્રી સીમંધર પ્રભુની દેશનામાં આવ્યું કે “સૌને જાણનારો જણાય છે.” જૈનશાસનના મંગલાચરણમાં જેમનું તૃતિય નામ છે તેવા કુંદકુંદપ્રભુ કહે છે “જાણનાર જણાય છે તેને તું જાણ !” જૈનદર્શનના ગૌરવવંતા આત્મખ્યાતિ પ્રાપ્ત અમૃતસૂરિ કહે છે; સૌને સદાકાળ સ્વયમેવ જાણનાર જણાય છે.” પંચમકાળના દિવ્ય દિવાકર પુરુષ શ્રી કહાનગુરુ કહે છે કે: સૌને જાણનાર જણાય છે. સૌને જાણનાર જણાય છે”ના જાપ જપાડનાર; જૈન જગતમાં જાણનાર જણાય છે ની આનંદ અમૃતવર્ષા વરસાવનાર પૂ. “ભાઈશ્રી' લાલચંદભાઈની નવમી જાજલ્યમાન જન્મજયંતીની જન્મક્ષણે “ જાણનારો જણાય છે” તે જ્યોતિ (પુસ્તક) પ્રકાશિત કરતાં ધન્યતા અનુભવીએ છીએ. પુસ્તક પ્રકાશનના હેતુઓ: (૧) અનાદિથી જીવના વિશેષમાં બે ભ્રાંતિ ચાલી આવે છે. એક કર્તાની બ્રાંતિ અને બીજી જ્ઞાતાની ભ્રાંતિ. આ બન્ને શલ્યોનો નાશ કેમ થાય !? અને જાણનાર જણાય છે તેવા સ્વાનુભૂતિના પંથે લઈ જવામાં આ ગ્રંથ ઉત્કૃષ્ટ નિમિત્ત છે. (૨) મિથ્યાત્વ પ્રગટ થવાની મૂળ બે ભૂલ આ પુસ્તકમાં બતાવી છે. આ બન્ને ભૂલ ટળીને આત્માને આત્માનો અનુભવ કેમ થાય તે માટેનો અનુપમ અમૃતબોધ આ પ્રકાશનમાં આપ્યો છે. આમ આ કૃતિ આત્માના સહજ સ્વાભાવિક ગુણોનો નિર્મળ પ્રકાશ કરે છે. (૩) જૈનદર્શનમાં કર્તાની તો વાત જ નથી. કારણ કે આત્મા અકર્તા છે. હવે જાણવાની વાત છે. તેમાં બે ભાગલા પાડ! કોને જાણતાં આનંદ ઉત્પન્ન થાય! અને કોને જાણતાં સંસાર ઉત્પન્ન થાય ?! આમ આત્મશ્રેય માર્ગના પથિકે બનાવવામાં આ પુસ્તક સક્ષમ છે. (૪) આ પુસ્તક આધ્યાત્મિક દૃષ્ટિએ સર્વાંગી શાસ્ત્ર છે. કારણ કે “હું જાણનાર છું” તેમાં ધ્યેયનું સ્વરૂપ. “જાણનાર જણાય છે” તેમાં ધ્યેયનું તેમજ અનાદિ અનંત જ્ઞયનું સ્વરૂપ અને પરિણામ માત્રથી રહિત જ્ઞાયક શ્રદ્ધા જ્ઞાનમાં આવતાં જ ધ્યેયપૂર્વક જ્ઞયનું સ્વરૂપ; તેમજ ખરેખર પરને જાણતો નથી તેમાં ધ્યાનનું સ્વરૂપ, જ્ઞાન સ્વભાવનું સ્વરૂપ, પ્રતિભાનું સ્વરૂપ વગેરેનું સ્પષ્ટ વિવેચન કરેલ છે. આમ વ્યવહારની પ્રબળ નિષેધ કરવા તરફ સ્વભાવનું વીર્ય સહેજે ઊછળી જાય છે. આમ બોધિ પ્રતિભા યુક્ત સૂક્ષ્મ મૂળ વિષયને સંપૂર્ણ આલેખવામાં આવ્યો છે. (૫) આ એક શાસ્ત્રમાં લાખો શાસ્ત્રોનો સાર ગર્ભિત છે. દ્રવ્યાનુયોગનો તો નિચોડ છે. તેથી બાર અંગના સારભૂત આ કૃતિ છે. વ્યવહારના પક્ષથી વિમોહિત જીવોને અપૂર્વ તત્ત્વનાં વિધાનો જ્ઞાયકનાં સાનિધ્યમાં લઈ Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 315