Book Title: Jarnaro Janai che Author(s): Lalchandra Pandit Publisher: Digambar Jain Kundamrut Kahan View full book textPage 7
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પ્રકાશકીય... કલમે પ્રારંભિક મંગલાચરણ - “અહો ! ઉપકાર જિનવરનો; કુંદનો ધ્વનિ દિવ્યનો જિનકુંદ ધ્વનિ આપ્યાં; અહો ! તે ગુરુ કહાનનો.” વર્તમાન યુગના વીતરાગ નિગ્રંથ દિગમ્બર પરંપરામાં દ્વિતીય શ્રુતસ્કંધના આદ્ય પ્રણેતા કુંદપુષ્પની પ્રભા ધરનાર આચાર્યવર શ્રીમદ્ કુંદકુંદદેવ અધ્યાત્મ જગતનાં સર્વોપરી આચાર્ય થયા. ત્યારબાદ એક હજાર વર્ષ પછી પરમાગમમાં નિષ્ણાત જ્ઞાન સામ્રાજ્યના સમ્રાટ; ચૈતન્યની અતુલ સંપદામાં નિઃશેષપણે અંતર્મુખાકાર આચાર્ય અમૃતચંદ્રદેવ થયા. તેમણે તત્ત્વજ્ઞાનથી સમૃદ્ધ ટીકાઓ રચી. તેઓશ્રી આત્મખ્યાતિમાં ફરમાવે છે કે “આવો અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા સ્વયમેવ, સદાકાળ અનુભવમાં આવી રહ્યો છે.” હું ભવ્યો! આ અનુભવની કિંમત કરજો. જેમ કોઈ દ્રવ્યદષ્ટિ કરે કે ન કરે; આત્મા તો સ્વભાવથી જ અકર્તા છે. તેમ આત્માને કોઈ જાણે કે ન જાણે... પણ ભગવાન આત્મા સૌને જણાઈ જ રહ્યો છે.” આવા પરમાગમમાં અતુલ નિધિઓ સંચિત હતી. તે નિધિઓનાં વૈભવને ખોલનાર; વિશ્વ વંદનીય વિરલ વિભૂતિ શ્રી કહાનગુરુદેવનો સાઋતકાળની પ્રાચી દિશામાં અરણોદય થયો. અને તે સાથે જ સમયસાર આદિ નિધિઓની વિશાળ પ્રભાવના થઈ. પૂ. ગુરુદેવશ્રીની વિશુદ્ધ આધ્યાત્મિક નિર્મળ દૃષ્ટિ, ભેદજ્ઞાનની પરાયણતા અને સાથે સાથે કરુણાર્દ હૃદયની કલ્યાણાર્થી કોમળવાણી; આ ત્રિવેણીનો સ્પર્શ થતાં જ અનાદિની આપણી સુષુપ્ત ચેતના સંચેત થઈ. અતિ સંવેગથી નિજ શ્રેયાર્થે બોધિસુધા ભાગરથીમાં સ્નાન કરતાં જ જાણે ! પ્રશમ આફ્લાદકારી અનુભવ થયો. જ્ઞાન પ્રકાશમયી સૂર્ય શ્રી કહાનગુરુદેવ જ્ઞાનકળામાં સૌને અખંડનો પ્રતિભાસ થયા જ કરે છે. જ્ઞાનની વર્તમાન પર્યાયનું સામર્થ્ય અને જાણવાનું જ છે. આબાળગોપાળ સૌને સદા અખંડ પ્રતિભાસમય ત્રિકાળી સ્વ જણાય છે. પણ...તેની દૃષ્ટિ પરમાં પડી હોવાથી ત્યાં એકત્વ કરતો થકો; “જાણનાર જ જણાય છે” તેમ નહીં માનતા, રાગાદિ પર જણાય છે એમ અજ્ઞાની પર સાથે એકત્વ પૂર્વક જાણતો-માનતો હોવાથી વર્તમાન અવસ્થામાં અખંડનો પ્રતિભાસ થતો નથી, અને જ્ઞાની તો “આ જાણનાર જણાય છે તે જ હું છું.” એમ જાણનાર જ્ઞાયકને એકત્વ પૂર્વક જાણતો-માનતો હોવાથી તેની વર્તમાન અવસ્થામાં ( જ્ઞાનકળામાં) અખંડનો સમ્યક પ્રતિભાસ થાય છે. જ્ઞાનસૂર્યનું પ્રચંડ કિરણ પૂ.ભાઈશ્રી' લાલચંદભાઈ મારી જ્ઞાન પર્યાયનું સામર્થ્ય એવું છે કેઃ જ્ઞાયક જણાય છે. “જાણનાર જણાય છે તેવું સામર્થ્ય જ્ઞાન પર્યાયમાં પ્રગટ છે. આવું સામર્થ્ય પ્રત્યેક જીવમાં છે. આવા આશ્ચર્યકારી સામર્થ્યનો શ્રદ્ધામાં વિશ્વાસ આવતો નથી. શ્રદ્ધામાં તો પ્રતિક્ષણ એમ આવે છે કે મને શરીર જણાય છે...રાગ જણાય છે, આમ દષ્ટિ બહિર્મુખ રહી ગઈ. તો પછી ઉપયોગ આત્મ-અભિમુખ કેવી રીતે થાય !? અંદરથી સ્કૂરણા થવી જોઈએ. મૂળમાંથી ઉપાડ થવો જોઈએ તે થતો નથી. કારણ કે પર જાણવાની અભિલાષા પડી છે, તે તેને સમ્યક સન્મુખ થવા દેતી નથી. Please inform us of any errors on Rajesh@AtmaDharma.comPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 315