________________
(વિનમ્ર વન્દનાંજલિ)
હે મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ ! આ બધાએ તો આપના સ્વર્ગારોહણની મિશતાબ્દિ ઉજવી દીધી, અને, મેં તો આપને ગ્રન્થોના ન્યાયાલયમાં એક કુશળ ધારાશાસ્ત્રીની અદાથી કુમતનાં સિદ્ધાતોનો જડબેસલાક રદીયો આપતા નજરોનજર જોયા હતા... મને લાગે છે કે - ચિતાની જવાલાઓ મા શારદાના અશ્રુપ્રવાહની ભીષણ જલધારાથી શમી ગઈ હશે અને આપ ગ્રન્થાગારોની રેશમી પોથીઓમાં ભરાઈ ગયા હશો. ગમે તે હોયપણ, આપને મૃત કોણ કહે ? અને, એક વાત પૂછું ? જેની ગંધમાત્રથી કુવાદીઓ મૂછિક્ત થઈ જાય તેવા એ વેધક ગ્રન્થો આપે શું કલોરોફોર્મની શાહીથી લખ્યા હતા ? અને, જેને ગાતા ગાતા આંખોમાંથી ભકિતભીની અશ્રુધારા સહજ નીતરી પડે તે સંવેક સ્તવનાઓ આપે થયગેસની શાહીથી તો નહોતી લખીને ? આપના ગ્રન્થોના પ્રત્યેક શબ્દમાંથી નીતરતા શાસનરાગના ચોળમજીઠ રંગથી રંગાઈને, આપની સ્તવનાઓમાંથી ઝરતા મધુર પરમાત્મ-પ્રણયને આસ્વાદીને, અને, આપે અવધારેલા મા શારદાના અપાર અનુગ્રહને અભિનંદીને... આપની બેજોડ બુદ્ધ પ્રતિભાના અને સ્વ-પ૨શાત્રમર્મજ્ઞતાના દસ્તાવેજી પુરાવા જેવા અદ્વિતીય ગ્રન્થનોને વિનમ વજનાંજલિ..
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org