Book Title: Jain Katha Sahitya Ek Adhyayan
Author(s): Vrushtiyashashreeji, Nandighoshsuri
Publisher: Sankheshwar Parshwanath Jain Derasar Pedhi
View full book text
________________
સાહિત્ય એ શબ્દના ત્રણ અર્થ છે. (૧) ઉપકરણ કે સાધન (ર) રસશાસ્ત્ર (કાવ્યપ્રકાશ, કાવ્યાનુશાસન, સાહિત્ય-દર્પણ આદિ) (૩) કોઇપણ પ્રકારનું સાહિત્ય (વૈદિક, સાંખ્ય, જૈન).
જૈનદર્શન કે જૈનવિચાર ઉપરના સાહિત્ય વચ્ચે ઘણો ફેર છે. તે બંનેના સંભ્રમ કરવાથી સંસ્કૃત, પ્રાકૃત ને બોલાતી ભાષઓના સાહિત્યના ઇતિહાસના અભ્યાસીને તેમના ઐતિહાસિક વિકાસનો ખરો ખ્યાલ આવી શકતો નથી.
જૈન આગમનું સાહિત્ય ફિલસૂફીમાં ઉતરી પડે છે, ત્યારે કથાત્મક થઇ જાય છે. ક્રિયાત્મક જણાય છે. સાંપ્રદાયિક થઇ જાય છે, અનેકવાર તે બોધાત્મક ને આદેશાત્મક થઇ જાય છે. અનેકવાર તેમાં જૈન મુનિનું અથવા તીર્થંકરનું વ્યક્તિત્વ દીપી ઉઠે છે. જૈનોના કાવ્યોમાં, નાટકોમાં, ચિરતોમાં, રાસાઓમાં અને સ્તોત્રોમાં ઘણીવાર વાચકને જૈનેતર લખાણોની પ્રસાદી મળી શકે છે. માત્ર તેનું નિરીક્ષણ થવું જોઇએ.
જૈન સાહિત્યનું બીજું લક્ષણ ચરિતાનુયોગ છે. રાગદ્વેષને જીતનાર આત્માના વચનો હંમેશા હિરભદ્રસૂરિની વાણીમાં ‘યુક્તિમત્’ હોય છે અને તે માન્ય થવા જોઇએ. આ જૈન દર્શનનું મુખ્ય સૂત્ર છે. આખું જૈન દર્શન આ સૂત્રના પાયા ઉપર ચણાયેલું છે. ઉપરાંત બધા દર્શનોમાં આચાર્યોના મંતવ્યોને સ્વીકારવામાં ને પૂજવામાં આવે છે, ને તેમના ઉપર સંયમથી ને પૂજ્યબુધ્ધિથી ઊહાપોહ કરવામાં આવે છે, પણ જૈન વાડ્મયમાં તો તેમના મંતવ્યો માત્ર નહિ, પણ તેમનાં ચિરતો પૂજનીય ને અનુકરણીય જ નહિ પણ સૂક્ષ્મતાથી વર્ણન યોગ્ય ગણવામાં આવે છે. આ કારણથી જૈનોએ પોતાના વાડ્મયને ખાસ ચિરતાત્મક બનાવ્યું છે. તીર્થંકરોના-ગણધરોનાં સૂત્રોના વિષયભૂત સાધુ-સાધ્વીઓનાં ને શ્રાવક શ્રાવિકાના પૂર્વ આચાર્યોના ને સૂરિઓનાં ને જૈન શાસનને દીપાવનાર રાજાઓના ચિરતો જૈનોએ ખૂબ વિસ્તાર્યા છે. એ ચરિતો ગદ્ય અને પદ્યમાં વિસ્તારવામાં આવ્યાં છે અને તેમનો વિસ્તાર કરતી વખતે પ્રાચીન વાડ્મય શાસ્ત્રના બધા નિયમો પાળવાનો યત્ન કરવામાં આવ્યો છે.
આ ચિરતોનાં કેટલાક પાત્રો પ્રશસ્ત હતાં, તેથી લેખકોની દૃષ્ટિએ તેમનું વર્ણન અમુક દ્દષ્ટિથી કરવામાં આવ્યું છે. તેમાં ચાલુ ચિરતાત્મક વાડ્મય-biography-ની બધી વૈશેષિકતા આવી શકી નથી. તેમાં ગુણોને અતિશયો તરીકે વર્ણવ્યા હશે, તેમાં દોષોને ઢાંકવામાં આવ્યા હશે, ચરિતનું વર્ણન સાંપ્રદાયિકને ધાર્મિક થઇ જતું હશે, તેમાં કથાવિભાગ જોડી દેવામાં આવ્યો હશે. યાત્રાના વર્ણનો, મંદિરોના જિર્ણોધ્ધાર, અમારિ ઘોષણાના જય વાક્યો, દીક્ષા ઉત્સવો, શાસનનો ઉદ્યોત, એ બધું તેમાં વિશેષપણે આવતું હશે, છતાં તે સાહિત્ય ભાગ અવનવો છે, પરંપરાથી ખેડાતો
3