________________
જેનશન જંબુસ્વામી સુધર્માસ્વામીના શિષ્ય હતા અને તેઓ અંતિમ સર્વ કેવળી હતા. તેમણે મહાવીર–નિર્વાણનાં ૬૪ વર્ષ બાદ મોક્ષ પ્રાપ્ત કર્યો.
- સુધર્મા બાદ છઠ્ઠી પેઢીમાં ભદુબહુ ઈ.સ.પૂર્વેની ત્રીજી સદીમાં થઈ ગયા, અને તેમનું નિર્વાણ મહાવીર-નિર્વાણુનાં ૧૭૦ વર્ષ પછી થયું. તેઓ અંતિમ મૃત-કેવળી હતા. ભદ્રબાહુ ૧૪ પૂર્વે (મહાવીરે પ્રકટ કરેલ જ્ઞાન)ના છેલા જાણકાર હતા. તેમણે નિર્યુક્તિઓ અને ઉવસગ્ગહર સ્ત્રોત્રની રચના કરી છે. વેતાંબર માન્યતા પ્રમાણે, તેઓ નેપાલ ગયા હતા અને ઘણું દિવસો સુધી ત્યાં તપસ્યામાં લીન રહ્યા હતા. તે સમયે દષ્ટિવાદનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે સ્થૂલભદ્ર તથા અન્ય સાધુઓ તેમની પાસે ગયા હતા. સ્થૂલભદ્રને ૪ પૂર્વે સિવાય અન્ય સર્વે સિદ્ધાંત-પ્રેથેનું જ્ઞાન હતું. તેમણે ભવબાહુ પાસેથી પ્રથમ ૧૦ પૂર્વો અર્થ સહિત અને અંતિમ ૪ પૂર્વે અર્થવિના ગ્રહણ કર્યો.
મહાવીરે પ્રકટ કરેલું જ્ઞાન ૧૪ પૂને નામે ઓળખાય છે અને આ ૧૪ પૂર્વેના છેલ્લા જાણકાર ભદ્રબાહુ સ્વામી ઈ.સ. પૂર્વે ૩૦૦ની આસપાસ થઈ ગયા. મહાવીરને સઘળા ઉપદેશ આચાર્યો અને સાધુઓ કંઠસ્થ રાખતા અને શિષ્ય પરંપરાથી શીખી લઈ યાદ રાખતા. ૧૩. જૈન સાહિત્ય :
જૈન ધર્મના સિદ્ધાંત આ અવસર્પિણમાં પ્રથમ તીર્થકર ઋષભદેવના સમયથી પ્રવર્તમાન છે. વચગાળાના સમય દરમ્યાન લુપ્ત થયેલા સિદ્ધાંત પ્રત્યેક તીર્થંકરના સમયમાં પુનઃ સાકાર થાય છે. જૈન માન્યતા અનુસાર, પ્રત્યેક તીર્થ કરના સમયનાં શાસ્ત્રો વાસ્તવમાં સમાન જ હોય છે. ભગવાન મહાવીર કે તેમને કોઈ પુરેગામી તીર્થકરેએ જાતે કોઈપણ શાસ્ત્રની રચના કરી નથી. પ્રત્યેક તીર્થંકર પોતાના શિષ્ય સમુદાય સમક્ષ મૌખિક ઉપદેશ આપે છે. શિષ્યો તે ઉપદેશને કંઠસ્થ રાખે છે. આ રીતે જનધર્મના પ્રાચીનતમ સિદ્ધાંત પ્રારંભકાળમાં મૃત પરંપરા દ્વારા શિષ્યની અભુત સ્મૃતિમાં જળવાઈ રહેલ. ૪૫ આગમ થશે :
વેતાંબર જૈન માન્યતા મુજબ ઉપલબ્ધ શાસ્ત્રો ૪૫ છે, તેમને “આગમ” કે સિદ્ધાંત' કહેવામાં આવે છે, કેટલાક આગમ ગદ્યમાં છે, તે કેટલાક આગમ પદ્યમાં છે. આ આગમે મહાવીરના જીવનના સારરૂપ છે. આ આગને અર્ધમાગધી ભાષામાં લખાયેલા છે. અર્ધમાગધી પ્રાકૃતનું જ એક સ્વરૂપ છે અને તે મગધના એક ભાગમાં બલાતી બેલી હતી. પ્રણેતાની દષ્ટિથી આગમ સાહિત્યના બે ભાગે છે: ૧. અંગ, અને ૨. અંગબાહ્ય. અંગબાહ્યના ૫ વિભાગે છે: ૧. ઉપાંગ, ૨. મૂળસૂત્ર, ૩, છેદસૂત્ર, ૪. ચૂલિકાસૂત્ર, ૫. પ્રકીર્ણ, આમ, જૈન સાહિત્યના છ વિભાગે પ્રાપ્ત થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org