________________
જૈન નીતિશાસ્ત્ર
૧૩૯
ક બંધનું કારણ છે. ખીન્ન શોમાં યોગ અને કષાય અને કર્મ બંધના કારણેા છે. યાગથી કમ પુદ્ગલા આત્મા પ્રતિ ખેંચાય છે, આત્માને સ્પર્શે છે અને કષાયના બળે તેએ આત્માને ચોંટે છે–વળગે છે. આ ખેમાં કષાય પ્રબળ કારણુ છે અને તેથી કષાયજન્ય પ્રવૃત્તિ દ્વારા થતા કર્મ બંધ સવિશેષ પ્રબળ હોય છે, જ્યારે કષાયરહિત પ્રવૃત્તિ દ્વારા થતા કર્મ બધ અત્યંત નિબળ અને અલ્પાયુ હોય છે.
(૭) કેમ બંધના હેતુઓ
આત્મા સાથે કર્માં-પુદ્ગલાને જડી દેવાનું કામ (૧) મિથ્યાત્વ (મિથ્યા-ખાટી શ્રદ્ધા) (૨) અવિરતી (વ્રતાભાવ), (૩) પ્રમાદ, (૪) કષાય (ક્રોધ-માન-માયા-લાભ જેમાં રાગ-દ્વેષદના સમાવેશ થાય છે), અને (૫) યોગ (મન-વચન-કાયા-ની પ્રવૃત્તિ) કરે છે. આ પાંચે આસ્રવારેા છે. આ પાંચ ખંધના હેતુઓ તરીકે ઓળખાય છે.
(૮) કર્મ બંધના પ્રકારો
યોગ અને કષાયની પરિણતિ દ્વારા ગ્રહણુ કરેલ કામ્હણ પુદ્ગલા ચાર વિભાગા -પ્રકારામાં તેના ગ્રહણ કાળમાં જ પૃથકકૃત થાય છે. તે જ સમયે આ પુદ્ગલ--પરમાણુએની પ્રકૃતિ, સ્થિતિ, પ્રદેશ–સ ંખ્યા અને શુભ-અશુભ, તીત્ર-મંદ રસ પણ નિશ્ચિત થાય છે. જૈન પરિભાષામાં કર્મ બંધના આ પ્રકારેાનાં નામેા નીચે મુજબ છે : (અ) પ્રકૃત્તિ અંધ, (બ) સ્થિતિબંધ, (ક) પ્રદેશાધ, અને (ડ) રસ (અનુભાગ) બંધ. પુદ્ગલ-પરમાણુઓના આત્મા-પ્રવેશ બાદ તે તેમનાં વિવિધ પરિણામેા તુરત જ ઉત્પન્ન કરે છે અને ક બનેલા આ પુદ્ગલ પરમાણુઓના વિચાર તેમની પ્રકૃતિ સ્થિતિ, પ્રદેશ અને રસ કે અનુભાગ એમ ચાર દૃષ્ટિબિંદુએથી કરવામાં આવે છે. (અ) પ્રકૃતિષ ધ
જીવે ગ્રહણુ કરેલ પુદ્ગલ-પરમાણુઓની પ્રકૃત્તિ તેના ગ્રહણકાળે જ નિશ્ચિત થાય છે. આને પ્રકૃતિબંધ કહેવામાં આવે છે. આ પાસું કર્મના સ્વરૂપને નિર્દેશે છે. કર્માંના કે મૂળ પ્રકૃતિએના આઠ પ્રકારે છે. આ પ્રકૃતિએ જીવને જુદા જુદા પ્રકારના અનુકૂળ-પ્રતિકૂળ ફળ પ્રદાન કરે છે. કર્મના કે મૂળ પ્રકૃત્તિએના પ્રકાર નીચે પ્રમાણે છે : ૧. જ્ઞાનાવરણુ, ૨. દનાવરણુ, ૩. મેાહનીય, ૪. અંતરાય, ૫. વેદનીય, ૬. નામ, ૭. ગાત્ર, ૮. આયુષ્ય, આમાંની પ્રથમ ચાર ધાતી પ્રકૃત્તિએ છે, કારણ કે તેનાથી આત્માના ચાર સ્વાભાવિક ગુણા (જ્ઞાન-દર્શન-ચારિત્ર્ય કે સુખ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org