________________
લેખક પરિચય
હાલારની અનિહાસિક ભૂમિ ધ્રોળના મૂળ નિવાસી શ્રી વિઠ્ઠલદાસ Bઠારીને ત્યાં ભારતના દરિયા કાંઠે મદ્રાસમાં શ્રી ઝવેરીલાલને જન્મ થયે. શિક્ષણગંગાના પ્રથમ વહેણુ તેમણે તમિલનાડુની ભૂમિમાં સાંભળ્યાં, તેમના માધ્યમિક શિક્ષણની સરવાણીઓ સૌરાષ્ટ્રમાં ફૂટી અને ઉચ્ચ શિક્ષણને પ્રયાગમ સંગમ મદ્રાસમાં થશે.
જેન વણિક પરિવારમાં પેઢી દર પેઢી ચાલી આવતી દરબારી અમલદારી અને વ્યાપારી પરંપરાને નવો મોડ આપીને તેમણે ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે પદાર્પણ કર્યું. નાનપણથી ચિંતન-મનન પ્રત્યેની અભિરુચિને લીધે, તેઓ તત્ત્વજ્ઞાનના વિશિષ્ટાભ્યાસ કરવા પ્રેરાયા. તત્વજ્ઞાનના પ્રાધ્યાપક તરીકેની કારકિર્દીને પ્રારંભ ડી. કે. વી. કોલેજ
-જામનગરમાં કર્યા બાદ, છેલ્લા ૨૮ વર્ષોથી વિવિધ સરકારી કોલેજો ( એમ. એન. કોલેજ-વિસનગર, ગુજરાત કોલેજ-અમદાવાદ અને બહાઉદીન કૉલેજ-જુનાગઢ)માં તત્વજ્ઞાનના પ્રાધ્યાપક અને વિભાગીય અધ્યક્ષ તરીકે તેમણે સેવા આપવા ઉપરાંત ગુ. યુ. તેમજ સૌ યુ.ની તત્ત્વજ્ઞાન અભ્યાસ સમિતિના અધ્યક્ષ અને વિનયન વિદ્યાશાખાના સભ્ય તરીકે પણ સેવા આપેલ છે. યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ દ્વારા પ્રકાશિત “આધુનિક પાશ્ચાત્ય તત્ત્વજ્ઞાન” (૧૯૭૩) અને વ્યવહારવાદ (૧૯૭૪) અને ગુ.યુ. દ્વારા પ્રકાશિત “નીતિશાસ્ત્ર' (૧૯૮૧) નામક તેમનાં પુસ્તકો અને ગુ.યુ. જર્નલ વિદ્યામાં અને અન્યત્ર પ્રસિદ્ધ થયેલ તેમના સંખ્યાબંધ અભ્યાસલેખો અને ઓલ ઇડિયા ફિલોસોફિકલ કેફરન્સના ભિન્ન ભિન્ન સેશનમાં વાંચેલ તેમના “પેપર્સમાં તેમના વિચાર અને વ્યવહારમાંની મૌલિક ધારણાઓ પ્રતિબિંબિત થતી જોવા મળે છે. આ ઉપરાંત પણ તેમણે “માનવીને ધમ” “તર્કશાસ્ત્ર' અને મને વિજ્ઞાનનાં ચાર પુસ્તકે અન્ય લેખકોના સાથમાં લખ્યા છે. તેમનાં સર્વ પુસ્તક અને લેખને સાંપડેલે સહદય વાંચકોને આવકાર પ્રસ્તુત ગ્રંથને પણ સાંપડશે જ એવી શ્રદ્ધા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org