Book Title: Jain Darshan
Author(s): Zaverilal V Kothari
Publisher: University Granth Nirman Board

View full book text
Previous | Next

Page 202
________________ પુસ્તક પરિચય પ્રા. શ્રી ઝ. વિ. કોઠારીકૃત જૈનદર્શન’ જૈન ઈતિહાસ-તત્ત્વવિજ્ઞાન-તકશાસ્ત્ર-જ્ઞાનમીમાંસા–મનોવિજ્ઞાન-નીતિશાસ્ત્ર-નું પદ્ધતિસર અને વ્યવસ્થિત આલેખન છે. ગ્રંથની ભાષા સરળ છતાં રોચક છે અને તેની શૈલી રસપ્રદ અને પ્રવાહી છે. આ ગ્રંથ અન્ય ભારતીય દર્શનના પરિપ્રેક્ષમાં જૈનદર્શનના ભિન્ન ભિન વિષયની ચર્ચાવિચારણા પ્રમાણભૂત જૈન ગ્રંથા અને અન્ય પ્રશિષ્ટ ગ્રંથાના આધારે કરે છે અને તેથી તે સ્નાતક-અનુસ્નાતક વિદ્યાર્થીઓ અને પ્રાધ્યાપકમિત્રો ઉપરાંત જૈન તત્વજ્ઞાનના જિજ્ઞાસુ એવા જૈન-જૈનેતર અભ્યાસીજનાને પણ ઉપયોગી અને સહાયભૂત થશે એવી અપેક્ષા છે. પરામર્શકનો અભિપ્રાય | ગુજરાતની યુનિવર્સિટીઓના અભ્યાસક્રમને અનુલક્ષીને પ્રા. ઝવેરીલાલ | વિ. કાઠારીએ તૈયાર કરેલ “જૈનદર્શન’ ગ્રંથમાં જૈન પરંપરાના ઇતિહાસ, તીર્થંકરો, સાહિત્ય, સંપ્રદાયના તલસ્પર્શી પરિચય ઉપરાંત જૈન તરવવિજ્ઞાન -તકશાસ્ત્ર–પ્રમાણમીમાંસા-જ્ઞાનમીમાંસા-મનોવિજ્ઞાન-કમમીમાંસા-નીતિશાસ્ત્રની પદ્ધતિસર અને વ્યવસ્થિત ચર્ચાવિચારણો જોવા મળે છે. પ્રા. શ્રી કાઠારીની વિષયની માવજત, તેમની સરળ છતાંય વધક ભાષા, તેમની રસપ્રદ શૈલી અને સોવશેષ તે તેમના વિચારની પારદર્શક રૂપષ્ટતા નિ:શ ક૫ણે દાદ માગી લે છે. તેઓશ્રીએ આ ગ્રંથ-આલેખનમાં જૈન મૂળ ગ્રંથા ઉપરાંત અન્ય પ્રમાણભૂત ગ્રંથાને લીધેલ આધાર તેમની આ વિષયમાંની અભિરુચિ અને અભ્યાસશીલતા, પરિશ્રમ અને પરિશીલનની પ્રતીતિ કરાવે છે. આ ગ્રંથ સનાતક-અનુસ્નાતક વિદ્યાર્થીઓને માટે તે ઉપયોગી અને સહાયરૂપ થશે જ એટલું જ નહી પરંતુ તે જૈનદર્શનના જૈન અને જૈનેતર જિજ્ઞાસુ જનાને તેમજ વિદ્વાનોને પણ નિઃશકપણે લાભપ્રદ થશે એવી મને આશા છે—શ્રદ્ધા છે. અન્ય ભારતીય દર્શનના પરિપ્રેક્ષમાં જૈનદર્શનના વિષયાંગોને યથોચિત ન્યાય આપવા માટે પ્રા. શ્રી કોઠારીએ કરેલ સ્તુત્ય પ્રયાસ અને ઉઠાવેલ જહેમત બદલ તેઓશ્રી મારા હાર્દિક ધન્યવાદના અધિકારી છે. અંતમાં, તેમના પ્રતિ મારી શુભેચ્છા વ્યક્ત કરી હુ અહીં વિરમું છું. -मोहनलाल मेहता प्रोफेसर, जनदर्शन पूना युनिवर्सिटी જૈનદર્શન 2, 15-0 0 Jain Education International For Private Personal use only

Loading...

Page Navigation
1 ... 200 201 202