________________
૧૭૮
જૈનદર્શન અને જ્ઞાન વચ્ચે કેઈ અંતરાય ન હોય ત્યારે સ્વાભાવિક રીતે જ જ્ઞાન સર્વાગ સંપૂર્ણ બને છે. આની સમજૂતી અર્થે વિવિધ સાદોને ઉપયોગ કરવામાં આવે છે. શ્રી હરિભદ્ર નીચેના લોકપ્રિય સદસ્યને ઉપયોગ કરે છે. જ્યારે અંતરાય ન હોય ત્યારે જેમ અગ્નિ બળતણને બાળે છે તેવી રીતે જ્યારે સર્વ અંતરા દૂર થાય છે ત્યારે આત્મ સવં કંઈ જાણે છે. ૧ અકલંક આ જ બાબતને સ્પષ્ટ કરવા માટે નિષેધક સદસ્યને ઉપયોગ કરે છે. જેવી રીતે ધૂળથી આચ્છાદિત રત્ન તેનું સ્વાભાવિક તે જ પ્રતિબિંબિત કરતું નથી તેવી રીતે જ્ઞાનાવરણ કર્મ વગેરેથી આવૃત્ત આત્મા સર્વ કંઈ જાણતા નથી.”
આ રીતે કર્મવાદની પરિભાષામાં સર્વજ્ઞતા આત્માના ઘાતી કર્મ ક્ષય બાદ પ્રાપ્ત થાય છે.
સર્વજ્ઞાતાને ખ્યાલ આત્માના સ્વરૂપના સિદ્ધાંતના આધારે પણ નિપન્ન કરી શકાય. આત્મા સર્વ-પ્રહણ સામર્થ્યયુક્ત છે અને તેથી, જ્યારે તેનું આવરણ દૂર થાય છે ત્યારે કંઈપણ અજ્ઞાત રહેતું નથી. પ્રત્યેક આત્મા તેની મૂળ સ્થિતિમાં સર્વજ્ઞતા કે શુદ્ધ જ્ઞાન ધરાવે છે. સર્વજ્ઞતા આત્માની મૂળ તેમજ મુક્ત બંને સ્થિતિમાં આત્માનું લક્ષણ છે. જો કે આત્મા કર્યા છે અને જ્ઞાન કરણ (સાધન) છે, તો પણ આ બંને વચ્ચેના ભેદ આવશ્યક નથી. તેમને સંબંધ આંખ અને દૃષ્ટિ વચ્ચેના સંબંધ સમાન છે. જ્ઞાન આત્માની સ્વાભાવિક અને વિશિષ્ટ લાક્ષણિકતા છે. સર્વજ્ઞતા આત્માનું સહજ સુષુપ્ત લક્ષણ છે. ઘાતી કર્મ-પુગલના સંપૂર્ણ રીતે નાશ દ્વારા આવરણ દૂર થતાં આત્માનું આ સુષુપ્ત લક્ષણ મૂર્તિમંત થાય છે. આ રીતે જ્ઞાનવિહોણે કઈ આત્મા નથી અને આત્માવિહોણું કઈ જ્ઞાન નથી. વાસ્તવમાં જ્ઞાન અને આત્મા એકરૂપ છે. આત્મા જ્ઞાતા છે, જ્ઞાન અત્મામાં નિહિત છે અને સર્વજ્ઞતા શ્રેષ્ઠ જ્ઞાન છે. સર્વોત્તતાને કેવળ જ્ઞાન કહેવામાં આવે છે, કારણ કે તે ઈન્દ્રિયોથી સ્વતંત્ર છે અને સર્વ પદાર્થોનું જ્ઞાન છે. તે સર્વ પ્રકારના જ્ઞાનથી ભિન્ન છે. સર્વજ્ઞતા આત્માના જન્મજાત સ્વરૂપની પૂર્ણ અભિવ્યક્તિ છે. અહીં સર્વકઈનું જ્ઞાન થાય છે અને કંઈપણ અજ્ઞાન રહેતું નથી. સર્વજ્ઞતા સર્વ-સ્થળ-કાળ માટે સર્વ પદાર્થોનું (તેમના સર્વ ગુણ તેમજ પર્યાય સમેત) સીધું પ્રત્યક્ષીકરણ છે–સાચું અને યથાર્થ જ્ઞાન છે. તે માત્ર (સુષુપ્ત) જ્ઞાન નથી, પરંતુ મૂર્તિમંત-વાસ્તવિક જ્ઞાન છે. તે અનુમાન ૧ હરિભદ્ર, ગબિંદુ, પૃ. ૪૩૧. ૨ અકલંક ન્યાય-વિનિશ્ચય, ૨૩, ૪૪૫-૪૬૬. ૩ ઉત્તરાયન સૂત્ર, ૨૮, ૧૦, ૧૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org