________________
જેના નીતિશાસ્ત્ર
૧૮૫ અશતઃ તેની આરાધના અવશ્ય કરે છે. આ અવસ્થામાંની વ્યક્તિ ઉપાસક કે શ્રાવક કહેવાય છે.
શ્રાવકની આંશિક ચારિત્ર-સાધના અણુવ્રત નામથી ઓળખાય છે. અણુવ્રતને અર્થ સ્થળ, નાના કે આંશિક નિયમ ચારિત્ર થાય છે. અણુવતી શ્રાવક સંપૂર્ણ રીતે કે સૂક્ષ્મતાપૂર્વક સમ્યગૂ ચારિત્રનું પાલન કરવા સમર્થ નથી, પરંતુ મર્યાદિત અર્થમાં ચારિત્ર–પાલન કરે છે. તે સ્થળ હિંસા, અસત્ય વ. ને ત્યાગ કરીને પિતાને વ્યવહાર ચલાવતા ચલાવતા યત્કિંચિત્ આધ્યાત્મિક સાધના કરે છે.
આ અવસ્થામાં આંશિક આત્મ-શિસ્ત વિદ્યમાન છે. ૬. પ્રમત્ત સંયત અથવા સર્વવિરતિ ગુણસ્થાન :
આ અવસ્થામાં સાધક સંપૂર્ણ રીતે સમ્યગૂ ચારિત્રની આરાધનાને પ્રારંભ કરે છે અને તેનું વ્રત મહાવ્રત કહેવાય છે અને તે શ્રમણ કહેવાય છે. આમ છતાં આ અવસ્થામાં સ્થિત સાધકનું ચારિત્ર સર્વથા વિશુદ્ધ હોતું નથી. અર્થાત તેમાં કેઈક પ્રકારને દેષ હોય છે. અહીં પ્રમાદ (આળસ) વ. દેષોની થોડીઘણી સંભાવના રહે છે અને તેથી આ ગુણસ્થાનનું નામ પ્રમત્ત-સંત રાખવામાં આવ્યું છે. સાધક પિતાની આધ્યાત્મિક પરિસ્થિતિ મુજબ આ ભૂમિકાથી નીચે પડે છે અથવા તે ઉપર પણ ચઢે છે.
મહાવ્રતી સાધુજનનું આ ગુણસ્થાન છે.
૭. અપ્રમત્ત સંયત ગુણસ્થાન :
આ ગુણસ્થાનમાં સ્થિત સાધક પ્રમાદ વ. દોષરહિત બનીને આત્મ-સાધનામાં રત રહે છે અને તેથી આ અપ્રમત્ત સંયત ગુણસ્થાન કહેવાય છે. આ અવસ્થામાંના સાધકને પ્રમાદજન્ય વાસનાઓ એકદમ છેડી દેતી નથી. તેઓ તેને વચ્ચે વચ્ચે પરેશાન કરે છે. પરિણામે તે પ્રમાદવસ્થા અને અપ્રમાદવસ્થા વચ્ચે ઝોલા ખાતે રહે છે. આ રીતે સાધકની નાવ છઠ્ઠા અને સાતમા ગુણસ્થાન વચ્ચે ડોલતી રહે છે. ૮. નિવૃત્તિ અથવા અપૂવકરણ ગુણસ્થાન:
આ ગુણસ્થાનમાં સાધકને અપૂર્વ આત્મ-પરિણામરૂપ શુદ્ધિ અર્થાત પહેલાં કદી પ્રાપ્ત ન થયેલ વિશિષ્ટ આત્મગુણશુદ્ધિ પ્રાપ્ત થાય છે. ચારિત્ર મેહનીય કર્મને ઉપશમ કે ક્ષય કરવાની અપૂર્વે (પહેલાં પ્રાપ્ત નહીં થયેલ) ક્રિયા (કરણ-અધ્યવસાય) આ ગુણુસ્થાનમાં પ્રાપ્ત થાય છે. તેથી આ ગુણસ્થાન અપૂર્વકરણના નામે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org