________________
જૈન નીતિશાસ્ત્ર
૧૯૩
આધ્યાત્મિક અંધતાયુક્ત છે. વ્યક્તિની વિચારણા અહીં સમ્યગ્ વિચાર અને આચારથી વંચિત છે.
આ આત્માની નિકૃતમ્ (અધમ) અવસ્થા છે. આમાં મેાહની પ્રબળતમ સ્થિતિને લીધે વ્યક્તિની આધ્યાત્મિક સ્થિતિ અત્યંત નિમ્ન કક્ષાએ છે. વ્યક્તિ મિથ્યા દષ્ટિ અર્થાત્ વિપરીત શ્રદ્ધાને લીધે રાગ-દ્વેષને કારણે અધ્યાત્મિક કે તાત્ત્વિક સુખથી વંચિત રહે છે. આમ, આ ગુણનુ મુખ્ય લક્ષણ મિથ્યાદર્શન કે મિથ્યા શ્રદ્ધા છે. અહીં અસમ્યગ્ જ્ઞાનમાં વિધાયક શ્રદ્ધા છે અને દર્શનાવરણ કર્મ વ્યક્તિના સત્ય-ઇન્કાર અને અસત્ય-સ્વીકાર માટે જવાબદાર છે. ટ્રકમાં આ મિથ્યા દષ્ટિનુ સેાપાન છે. પ્રાણીમાં આત્મ-કલ્યાણ સાધનાના માર્ગ અંગેની સાચી દૃષ્ટિના અભાવ હોય, ખાટી સમજ કે અજ્ઞાન હોય, ભ્રમ પ્રવર્તતા હોય ત્યારે તે આ પ્રથમ શ્રેણીમાં હોય છે. આમાં સમ્યગ્ દર્શનનું પ્રકટીકરણ ન થયુ હોવાથી તે મિથ્યા દૃષ્ટિ ગુણસ્થાન છે. આમ તે વાસ્તવમાં ગુણસ્થાન નથી પરંતુ તે સમ્યગ્ દન પ્રતિ લઈ જનારા સદ્ગુણ્ણાના પ્રાકટચની પ્રાથમિક ભૂમિકા છે. આ ગુણ માટેનુ ઉત્થાન થતુ હોવાની દૃષ્ટિએ, અધમ સ્થિતિમાંથી ઉપર ઊડવાની શકયતા–સંભવિતતાની દૃષ્ટિએ પ્રણ ગુણસ્થાન છે.
૨. સાસાદન (અલ્પકાલીન સમ્યક્ દષ્ટિ) ગુણસ્થાનઃ
આ ગુણસ્થાન સામાન્ય રીતે પ્રથમ સેાપાનની ઉત્ક્રાંતિ તરીકે નહીં પર ંતુ ઉચ્ચતર સેાપાન-ભૂમિકામાંથી પતન (અવનતિ)ના પરિણામ તરીકે મનાય છે. તે સમ્યગ્ દર્શનની પ્રાપ્તિ બાદ ક્રાધ વ. કષાયોના ઉદય થતાં સમ્યક્ત્વથી અવનત થવાના સમય આવે છે. આ ગુણુસ્થાન સમ્યગ્દર્શનથી અજ્ઞાન મેાહમાં કૈ મિથ્યાત્વમાં પતનરૂપ છે. આ ગુણસ્થાન ક્ષણ માત્રનું છે અને તેથી તેને અપકાલીન સમ્યગ્ દષ્ટિ કહેવામાં આવે છે.
સાસાદન (સ+આસાદન) શબ્દ મટ્ (શિથિલ થવુ, ઢીલુ પડવું) ધાતુ પરથી ઉદ્ભવેલ છે. સાયન ટુ ધાતુનું પ્રેરક કૃદંતરૂપ છે. માયન એટલે શિથિલ કરનાર, બ્રાહ્મ'. સાથે લાગેકે 'આ' એ જ અર્થની વૃદ્ધિ દર્શાવે છે. આમ આા-કાન (પાડનાર)થી એટલે કે સમ્યકત્વને ગાળી નાખનાર એવા તીવ્ર ક્રોધ ૧. કષાયથી યુક્ત તે માઘાન (n+મામા).સિસોદાન ગુણસ્થાનભૂમિ તીવ્ર ક્રોધ ૧. કાયારૂપ હોઈ પતન કરનાર છે–સમ્યગ્ દર્શનને રફે દફે કરનાર છે.
આ અવસ્થામાં સમ્યક્ત્વના અતિ અલ્પકાલીન આસ્વાદ થવાને લીધે અને સાસ્વાદન (આસ્વાદનયુક્ત) સમ્યગ્ દૃષ્ટિ ગુણસ્થાન પણ કહેવામાં આવે છે આમાં આત્માને સમ્યક્ત્વના માત્ર સ્વાદ ચાખવા મળે છે, પૂરા રસ પ્રાપ્ત થતા નથી.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org