________________
૧૯૮
ઉપમહાર
જૈન દર્શનના આ સંક્ષિપ્ત ગ્રંથ પ્રારંભમાં આપણને ઇતિહાસમાં ડાકિયુ કરાવત–કરાવતાં જૈન તીર્થંકરા, ત્ર થે। અને ૫થાના પરિચય આપે છે અને આત્મા તેના પૂર્ણ સ્વરૂપમાં ઈશ્વર હોવાનું દર્શાવે છે. જૈન તત્વવિજ્ઞાન તત્ત્વના સ્વરૂપના નિરૂપણુ ઉપરાંત તત્ત્વના તાત્ત્વિક-નૈતિક વર્ગીકરણાની ચર્ચા કરે છે, તા જૈન તર્કશાસ્ત્ર જૈન દર્શનની મહાન દેગી સમા અનેકાંતવાદ, નયવાદ અને પ્રત્યક્ષ-પરાક્ષ પ્રમાણુના પરિચય આપે છે. જૈન જ્ઞાનમીમાંસા જ્ઞાનના સ્વરૂપ, પ્રામાણ્ય અને પ્રકારેાના ખ્યાલ આપે છે, જ્યારે જૈન મનેવિજ્ઞાન મન, આત્મા અને આત્માના અમરત્વ અને પુનર્જન્મના સિદ્ધાંતાની ચર્ચાવિચારણા કરે છે. છવા અને જીવવા દો'–Live and let live'-ના સૂત્રને સાકાર કરતું જૈન નીતિશાસ્ત્ર જૈનાચાર, કર્મ-સિદ્ધાંત અને ગુરુસ્થાનાના પરિચય આપે છે.
જૈન દર્શન અન્ય ભારતીય નાથી અલગ સ્વતંત્ર અને મૌલિક વિચારધારા છે. ભારતમાં તે એક પ્રભાવશાળી અને જીવંત પરિબળ છે અને તેથી ભારતીય વિચારધારા અને ભારતીય સામાજિક-સાંસ્કૃતિક-સાહિત્યિક-રાજકીય-નૈતિક જીવન પર જૈન પ્રભાવ પ્રતિ દુર્લક્ષ કરી શકાય તેમ નથી. જીવમાત્રની સમાનતા, જીવમાત્ર પ્રત્યે આદરભાવ, વિભિન્ન દૃષ્ટિબિંદુએ વચ્ચે સમન્વય સમે સ્યાદ્વાદ અને ત્યાગ—વૈરાગ્ય ઉપદેશતું જૈન નીતિશાસ્ત્ર વગેરે સમકાલીન વિશ્વ માટે બિલકુલ બિનમહત્ત્વપૂર્ણ કે અપ્રસ્તુત નથી જ. જૈન નૈતિક સિદ્ધાંતા દર્શાવે છે કે
આ તત્ત્વજ્ઞાન જીવન પ્રતિ આદર્શના વ્યાવહારિક ઉપયોગ વ્યક્ત કરે છે. જૈન નીતિશાસ્ત્ર વ્યક્તિને સામાન્ય કક્ષાથી ઊંચે ઉઠાવે છે અને તેને આચરણના અત્યંત ઉચ્ચ નૈતિક અને આધ્યાત્મિક માર્ગ દ્વારા સત્યના જ્ઞાન અને આચરણ માટે સમર્થ બનાવે છે. આપણે હંમેશાં એ યાદ રાખવું ઘટે કે સત્ય એક નહીં પરંતુ અનેક છે અથવા તા સત્ય અનેક પાસાયુક્ત છે અને તેના પર કાઈના પણ એકાધિકાર નથી તેમજ સત્યપ્રાપ્તિના અનેક વૈકલ્પિક માર્ગો શકન્ય છે.
Jain Education International
જૈનદન
For Private & Personal Use Only
www.jainelibrary.org