________________
જૈન નીતિશાસ્ત્ર
સિદ્ધ થાય છે. આત્માની આ અવસ્થાનુ નામ સયોગ કેવળી ગુણસ્થાન છે. કેવળીના અર્થ છે 'કવળજ્ઞાન અર્થાત્ સર્વથા વિશુદ્ધ જ્ઞાનથી યુક્ત. સયોગીના અર્થ છે યોગ અર્થાત્ કાયિક વગેરે પ્રવૃત્તિઓથી યુક્ત. જે વિશુદ્ધ જ્ઞાની હાવા છતાં શારીરિક પ્રવૃત્તિઓથી મુક્ત હાતા નથી તે સયોગી ધ્રુવળી કહેવાય છે. અહીં મન–વયનકાયા-ની પ્રવૃત્તિ ચાલુ રહે છે. આત્મા ચાર અધાતી કર્મો (આયુ, નામ, ગોત્ર અને અંતરાય કર્મો)થી મુક્ત નથી, આયુક પૂર્ણ થતાં અન્ય કર્મોની અસરા પણ બંધ થાય છે.
૧૪. વિદેહ મુક્તિ અથવા અયાગી કેવલી :
આ સંપૂર્ણ મુક્તિનુ સેાપાન છે. આ અવસ્થામાં જ્યાંક્ત અપૂર્ણતાના સર્વ ચિન્હોથી મુક્ત બને છે અને ચેતનાની વિશુદ્ધિ માણે છે. આ સમ્યગ્ દર્શન-જ્ઞાન –ચારિત્ર્ય–ની પરિણતિ છે. વ્યક્તિ અસ્તિત્વના સત્યના તેના પૂર્ણ સ્વરૂપે સાક્ષાત્કાર કરે છે. આ ભૂમિકા ગતિવિહીન મનાય છે અને તેના ગાળા અત્યત ટૂં કા હોય છે. આ ગાળાને અંત, વિદેહ મુક્તિ સિદ્ધ થાય છે.
૧૯૭
અયેાગી એટલે સર્વવ્યાપાર (ક્રિયા) રહિત. કેવલી અયાગી થતાં જ તેનુ શરીર છૂટી જાય છે અને તે પરમ આત્મા અમૃત, અરૂપી પરમ મુક્તિ ધામને પ્રાપ્ત કરે છે.
આ ચારિત્ર–વિકાસ કે આત્મવિકાસની ચરમ અવસ્થા છે. અહીં આધ્યાત્મિક વિકાસ તેની પરાકાષ્ઠાએ પહોંચે છે. આનું નામ પરમાત્મપદ સ્વરૂપસિદ્ધિ, મુક્તિ, નિર્વાણુ કે મેક્ષ છે. આમાં આત્માને અનત અને અબાધિત અલૌકિક સુખની પ્રાપ્તિ થાય છે. મુક્તાત્મા તેની વ્યક્તિમતા ગુમાવતા નથી. તેનું વ્યક્તિગત અસ્તિત્વ આ અવસ્થામાં પણ જારી રહે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org