Book Title: Jain Darshan
Author(s): Zaverilal V Kothari
Publisher: University Granth Nirman Board

View full book text
Previous | Next

Page 191
________________ જૈનદર્શન ૧૮૨ વિવિધ ાઓને આધારે આાર્થાત્મક વિકાસની ભૂમિકાએ અવસ્થાએ–સે પાનાનુ સહજ રીતે જ અનુમાન કરી શકાય. આત્મિક ગુણાના વિકાસની ક્રમિક અવસ્થાએ ગુણસ્થાના છે. રત્નત્ર્યસિદ્ધાંતની પરિભાષામાં, આધ્યાત્મિક પૂર્ણુતા અંતે તા આત્મા-જીવાત્માના સમ્યગ્ દર્શન-જ્ઞાન-ચારિત્રના વિકાસમાં નિહિત છે. પ્રત્યેક આત્મામાં આ ‘રત્નત્રયી' સિદ્ધ કરવાની શક્તિ અંતર્નિહિત છે, પરંતુ અંતર્નિહિત (બીજસ્વરૂપ) શક્તિ ક્રમશઃ મૂર્તિમત થાય છે—પ્રકટ થાય છે અને તે પણ વ્યક્તિની પેાતાની પહેલ દ્વારા જ થાય છે. જૈનાચારનાં ચતુર્દશ સેાપાના કે જૈન ચારિત્રની સીડી–નીસરણી—ના ચૌદ પગથિયાં કે આધ્યાત્મિક યાત્રાના વિવિધ સેાપાના નીચે મુજબ છેઃ ૧. મિથ્યાદષ્ટિ ગુણસ્થાન, ૨. સાસાદન (અલ્પકાલીન સમ્યગ્ દૃષ્ટિ) ગુણસ્થાન, ૩. મિશ્ર ગુણસ્થાન, ૪. અવિરત સમ્યગ્ દૃષ્ટિ ગુણસ્થાન, ૫. દેર્શાવતિ સમ્યગ્ દૃષ્ટિ ગુણસ્થાન, ૬. પ્રમત્ત સ ંયત ગુણસ્થાન, ૭. અપ્રમત્ત સયત ગુણસ્થાન, ૮. નિવૃત્તિ કે અપૂવ કરણ ગુણસ્થાન, ૯. અનિવૃત્તિ કે સ્થૂળ કષાય ગુણસ્થાન, ૧૦. સૂક્ષ્મ કાય ગુણસ્થાન, ૧૧. ઉપશાંત કાય (માહ) ગુણસ્થાન ૧૨. ક્ષીણુ કષાય (માલ) ગુણસ્થાન ૧૩. સદૈવ (સયોગી) કેવળી ગુણસ્થાન, ૧૪. વિદે (અયોગી) કેવળી ગુણસ્થાન. સાધકને આ સીડીઓના પગથિયા ચઢવાં-ઊતરવાં પડે છે. આત્મશક્તિના જ્ઞાનાવરણ, દનાવરણુ, મેાહનીય અને અંતરાય એ ચાર પ્રકારના આવરણામાં મેાહનીય આવરણ મુખ્ય છે. આ આવરણની તીવ્રતા –મંદતા પર અન્ય આવરણાની તીવ્રતા-મંદતા નિર્ભર છે. આથી જ ગુણસ્થાનાની વ્યવસ્થા મેાહશક્તિની તીવ્રતા-મંદતા પર સવિશેષ આધારિત છે. માહના મુખ્ય બે સ્વરૂપા છે : ૧. દન મેાહનીય અને ૨. ચારિત્ર મેનિીય. પ્રથમ પ્રકાર આત્માને સમ્યકત્વ (યથા તા–વિવેકશીલતા)થી દૂર રાખે છે, તેને લીધે વ્યક્તિની ભાવના, વિચાર, દૃષ્ટિ, ચિ ંતન કે શ્રદ્ધા સમ્યક્ થઈ શકતી નથી. બીજો પ્રકાર આત્માને વિવેકપૂર્ણ આચરણ કરવા દેતા નથી. સમ્યક્ દૃષ્ટિની ઉપસ્થિતિમાં પણ ચારિત્ર મેાનીયને લીધે વ્યક્તિની પ્રવૃતિ સમ્યક્ અર્થાત્ નિર્દોષ થઈ શકતી નથી. આ રીતે, મેાહનુ આવરણ વ્યક્તિને સમ્યક્ વિચાર પ્રાપ્ત કરવાથી તેમજ સમ્યગ્ આચાર પ્રતિ પ્રવૃત થવાથી દૂર રાખે છે. હવે આપણે એક પછી એક ચૌદ ગુણસ્થાને અંગે જોઈશું. ૧. મિથ્યા-દ્રુષ્ટિ ગુણસ્થાનઃ એક અર્થમાં જોઈએ તે। આ આત્માની પૂર્ણતાયાત્રામાં વાસ્તવમાં સેાપાન જ નથી. તે સીડીનું સૌથી તળિયાનું પગથિયું છે. આત્મા આ તબક્કામાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202