________________
જૈન નીતિશાસ્ત્ર
૧૮૧ બંધબેસત થતું નથી. જે માનવીના ભાવિ કાર્યો સર્વને પહેલેથી જ્ઞાત હોય તે સંક૯૫ સ્વાતંત્ર્ય કે સૈછિક કાર્ય અર્થહીન બની જાય. વર્તમાન, ભૂત અને ભવિષ્યના સર્વે પદાર્થોનું તેને સર્વે પર્યા સહિતનું જ્ઞાન સર્વસને હોય છે અને તેથી પ્રત્યેક જીવાત્મા શું કરશે તેનું જ્ઞાન પહેલેથી સર્વજ્ઞને છે. આથી અહીં પ્રશ્ન એ ઉદ્દભવે છે કે શું જીવ પોતાની પસંદગી (જે સર્વને પહેલેથી જ જ્ઞાત છે તે) માટે મુક્ત છે ખરા ? જે સર્વસનું અસ્તિત્વ હોય તો કોઈપણ માનવ-કાર્ય કદી પણ મુક્ત કે વૈરિછક રહે નહીં. કેઈ માનવી પાપનું આચરણ કરવાનું છે એવું પૂર્વજ્ઞાન સર્વ ને હોય તે પછી તે અનિવાર્ય રીતે તેમ કરશે જ પરંતુ આવી આવશ્યક્તા, પાપ કરવાની સ્વૈચ્છિક પસંદગી માટે કઈ અવકાશ રહેવા દેતી નથી. જે પહેલેથી–અગાઉથી જ્ઞાત હોય તે આવશ્યક છે. આ નિયતિવાદ છે. આમ, સર્વજ્ઞતાને ખ્યાલ જીવાત્માના પસંદગી-સ્વાતંત્ર્ય સાથે સુસંગત નથી.
- જે એવી દલીલ કરવામાં આવે કે વ્યક્તિ સર્વજ્ઞના તેના કાર્ય અંગેના પૂર્વજ્ઞાનને લીધે કાર્ય કરતી નથી પરંતુ વ્યક્તિ પિતાની ઇચ્છા મુજબ કાર્ય કરે છે અને સર્વ ને તેનું પૂર્વજ્ઞાન (?) થાય છે; તે આ કિસ્સામાં સર્વજ્ઞનું જ્ઞાન માનવ-કાર્ય દ્વારા નિયત થતા અત્યંત વિચિત્ર અને બેદી પરિસ્થિતિ સર્જાશે અને આ સર્વજ્ઞની સંકલ્પનાના સંદર્ભમાં સ્વીકાર્ય બની શકશે નહીં. આથી અહીં સર્વજ્ઞની સર્વજ્ઞતા કે માનવ સંકલ્પ-સ્વાતંત્ર્ય એ બે વિકમાંથી એકની પસંદગી અનિવાર્ય બની રહે છે.
૮, ગુણશ્રેણી કે ગુણસ્થાનને સિદ્ધાંત અથવા આત્મવિકાસ કે આધ્યાત્મિક વિકાસનાં સંપાને
(Doctrine of States of Virtue
or Stages of Spiritual Deveiopment) જૈન દર્શન ગુણસ્થાનની ચૌદ શ્રેણીઓ દર્શાવે છે. ગુણસ્થાન એટલે ગુણની સ્થિતિ-અવસ્થા. અહીં “ગુણ” (virtue) શબ્દનો અર્થ સામાન્ય નૈતિક ગુણ થત નથી પરંતુ તેને અર્થ આત્મવિકાસને અંશ થાય છે. આત્મા વિકાસનાં આ ચોદ સોપાને દ્વારા ક્રમશઃ આધ્યાત્મિક પૂર્ણતા સિદ્ધ કરે છે–આત્મશુદ્ધિને અનુભવ કરે છે–સંપૂર્ણ કર્મબંધાવસ્થામાંથી ક્રમશઃ સંપૂર્ણ કર્મમુક્તાવસ્થા સિદ્ધ કરે છે. આધ્યાત્મિક વિકાસને વ્યાવહારિક પરિભાષામાં ચારિત્ર્ય-વિકાસ પણ કહી શકાય. માનવીના આત્મિક ગુણેનું પ્રતિબિંબ તેના ચારિત્ર પર પડે છે. ચારિત્રની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org