Book Title: Jain Darshan
Author(s): Zaverilal V Kothari
Publisher: University Granth Nirman Board

View full book text
Previous | Next

Page 188
________________ જૈન નીતશા જેવું પરાક્ષ જ્ઞાન નથી, કારણકે તે શકાતીત અને નિશ્ચિત છે. તે ઈન્દ્રિય-પ્રત્યક્ષ જેવુ પ્રત્યક્ષ જ્ઞાન પણ નથી, કારણકે તે સ્થળ-કાળની મર્યાદાએથી પર છે. તે ઇન્દ્રિય-પ્રત્યક્ષ જેવું સીધું, વિશિષ્ટ અને તત્કાલીન જ્ઞાન છે, પરંતુ તે ઇન્દ્રિય-પદાર્થ સન્તિક (સબંધ) પર આધારિત નથી. સર્વજ્ઞ ભૂત, વર્તમાન અને ભવિષ્યનાં સર્વે દ્રવ્યો તેમના સર્વ ગુણ્ણા અને પર્યાય સહિત પ્રત્યક્ષરીતે જાણે છે. તે ભૂત અને ભાવિને વમાન તરીકે નહીં પર ંતુ ભૂત અને ભાવિ તરીકે જ નિહાળે છે. તેને માટે કઈ પણ અજ્ઞાત નથી. શ્રી હેમચંદ્રાચાર્ય. સનતાના અસ્તિત્વની સાબિતી માટે નીચેની તાર્કિક ક્લીલ કરે છે : જ્ઞાનના ક્રમિક વિકાસની અંતિમ પરિણતિની આવશ્યક્તાની સાબિતીમાંથી સનતાની સાબિતી નિષ્પન્ન થાય છે.૧” આ દર્શાવે છે કે જ્ઞાનના ક્રમિક પ્રગતિશીલ વિકાસ સર્વજ્ઞના અસ્તિત્વના પાયા છે. જ્ઞાનની જુદી જુદી કક્ષાએ હોય છે અને સર્વજ્ઞતા જ્ઞાનની પરિપૂર્ણતા છે. જ્ઞાનની શ્રેષ્ઠતાની કક્ષાએના આવિકારાની કયાંક પરિતિ થવી ઘટે, કારણકે આ જ સર્વ પ્રગતિની રીત-તરીકો છે. તી કર મહાવીરે લાંબી તપશ્ચર્યાના અ ંતે સર્વજ્ઞતા પ્રાપ્ત કરી હતી એમ માનવામાં આવે છે. કુ દઉં દાચા સર્વજ્ઞતાને જુદી રીતે સમજે છે. તેમના મતે સત્તાનુ અર્થઘટન જુદાં જુદાં દૃષ્ટિબિંદુઓને અનુલક્ષીને જુદી જુદી રીતે નીચે પ્રમાણે કરી શકાય : जानादि पदि सब्बं व्यवहार नएण केवली भगवं । केवलनाणी जानादि पस्सदि निच्छम् नएण आत्ताणम् ॥ ૧૭ વ્યવહાર નયના (વ્યાવહારિક) દૃષ્ટિબિંદુથી, સર્વજ્ઞ પદાર્થ માત્રને જુએ-જાણે છે; નિશ્ચય નયના (વાસ્તવિક) દષ્ટિ દુથી સત્ત માત્ર પોતાના આત્માને જ જુએજાણું છે. કુંદકુંદાચાય વ્યાવહારિક દૃષ્ટિબિંદુને અપર્યાપ્ત અને અવાસ્તવિક માને છે અને જ્ઞાન પ્રત્યેના આંતરિક વાસ્તવિક અભિગમને સ્વીકારે છે. અષ્ટપાહુડ, સમયસાર, પંચાસ્તિકાય, પ્રવચનસાર જેવા જૈન ગ્રંથે! પણ સનતાને આત્મજ્ઞાન કે આત્મ -સાક્ષાત્કાર સાથે એકરૂપ માને છેર અહીં જાવુ એટલે સાક્ષાત્કાર થવા. આત્મ-જ્ઞાન તરીકેનું સજ્ઞતાનું આ અર્થ ઘટન ઉપનિષદની વિચારધારા જેવુ છે. ૧ હેમચંદ્ર, પ્રમાણુમીમાંસા, સં. સુખલાલજી સોંધવી, ૧, ૧.૧૬ ૨ કુ દઉં દાચાય, નિયમસાર, પ્રકરણ ૧૦, ૧૧, ગાથા ૧૪૯, ૧૫૦, ૧૫૮. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202