Book Title: Jain Darshan
Author(s): Zaverilal V Kothari
Publisher: University Granth Nirman Board

View full book text
Previous | Next

Page 185
________________ ૧૭૬ જેનદશન અને નૂતન કર્મોપાર્જન કરે છે. જી કૃત કર્મફળ કઈક ને કંઈક સ્વરૂપે અવશ્ય ભોગવવાં પડે છે. આમાં કોઈ વિકલ્પ કે છટકબારી નથી. શું કર્મવાદ નિયતિવાદ કે અનિવાર્યતાવાદ છે? શું છવ સંપૂર્ણતઃ કર્માધીન છે? શું તે તેની આત્મશક્તિનો ઉપયોગ કરવા સ્વતંત્ર નથી ? ક્રિયામાત્ર કર્મમૂલક હોય તે જીવને પોતા પર કે અન્ય કેઈ પર અધિકાર હોઈ શકે ખરો ? શું તેની સારી ય ક્રિયા સ્વયંસંચાલિત યંત્ર જેવી છે? જે જીવનાં પુરાણું કર્મો સ્વયં ફળપ્રદાન કરતા રહે અને તેની તત્કાલીન નિશ્ચિત કર્માધીન પરિસ્થિતિ મુજબ નૂતન કર્મબંધ થતાં રહે અને આ નવાં કર્મો ભાવિમાં તેનું ફળ પ્રદાન કરતાં રહે તો કર્મ પરંપરા યંત્રની જેમ જ બરાબર આગેકૂચ કરતી રહે અને પરિણમે કર્મવાદ નિયતિવાદ કે અનિવાર્યતાવાદમાં પરિણમે અને વ્યક્તિના જીવનમાં સંકલ્પ-સ્વાતંત્ર્ય કે સ્વતંત્રતા માટે કે ઈ અવકાશ રહે નહીં. નિયતિવાદ મુજબ, જે કાર્ય ક્યારે થવાનું હોય ત્યારે થાય છે જ, ઘટનામાત્ર નિયત–પૂર્વનિશ્ચિત છે અને ભૂતકાળની જેમ ભાવિ પણ સુનિશ્ચિત અને અફર છે. આ નિયતિ કે ભવિતવ્યતા છે. કર્મ અને ભવિતવ્યતા એક નથી, બે વચ્ચે તાવિક ભેદ છે જે સામાન્ય રીતે ખાસ કારણ વિના અકસ્માતે બને તે ભવિતવ્યતા –ભાવિભાવ-નિયતિ છે. આ જીવની પ્રગતિમાં રુકાવટ કરે છે. કર્મવાદ નિયતિવાદ નથી. જીવકૃત કર્મફળ ભેગની બાબતમાં પરતંત્ર છે. પરંતુ નૂતન કર્મોપાર્જનની બાબતમાં અમુક હદ પર્યત સ્વતંત્ર છે-તે તેને રોકી શકે છે એટલું જ નહીં પરંતુ પૂર્વકૃત કર્મોને અમુક હદ પર્યત જલ્દીથી કે વિલંબથી ભોગવી પણ શકે છે. આ રીતે જીવ કર્મ કરવાની બાબતમાં સંપૂર્ણતઃ પરાધીન-પરતંત્ર નથી પરંતુ તેને અમુક હદ પર્યત સ્વાતંત્ર્ય છે ખરું. આ રીતે કર્મવાદમાં ઈચ્છા (સંક૯૫)-સ્વાતંત્ર્ય માટે અવકાશ છે ખરે. કમ જીવના સંક૯૫-સ્વાતંત્ર્યને સંપૂર્ણ રીતે લેપ કરતું નથી. માનવી પિતાનાં કાર્યો દ્વારા પિતાનું ભાવિ નિર્માણ કરી શકે છે. તેનામાં પિતાના માર્ગોની પસંદગી માટેનું સ્વાતંત્ર્ય છે. જેમ જેમ તેના સ્વાતંત્ર્યને આવૃત્ત કરતા અંતરાયે નિર્બળ થતા જાય તેમ તેમ તેના સ્વાતંત્ર્યમાં વૃદ્ધિ થતી જાય છે. કર્મવાદ નિરપેક્ષ સ્વાતંત્ર્યવાદ (‘ઇચ્છે તે કરે' એવો સિદ્ધાંત) નથી. એક બાજુએ નિયતિવાદ અને બીજી બાજુએ નિરપેક્ષ સ્વાતંત્ર્યવાદ એ બંને આત્યંતિક સિદ્ધાંત છે. કર્મવાદ આ બેની વચ્ચેને મધ્યમમાર્ગી સિદ્ધાંત છે. આ સિદ્ધાંત મુજબ, વ્યક્તિ ન તો સંપૂર્ણતઃ સ્વતંત્ર કે પરતંત્ર છે; તે અંશતઃ સ્વતંત્ર અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202