________________
જૈન નીતિશાસ્ત્ર
૧૭૫ જેન કર્મવાદ આલસ્યવાદ કે નિરુદ્યમવદિ નથી, પણ યોગ્ય ઉદ્યમ અને પ્રગતિગામી પ્રયત્નને અવકાશ આપતે ઉપયોગી સિદ્ધાંત છે. તે દર્શાવે છે કે યોગ્ય પુરુષાર્થ કરી કમ આવરણેને ઉછેદી વ્યક્તિએ આગળ પ્રગતિ કરવી ઘટે અને પ્રગતિમાં આગળ વધી મુક્તિ મેળવવી ઘટે. જેમ જીવ પોતાની પ્રવૃત્તિથી કર્મ બાંધે
છે તેમ તે પિતાની પ્રવૃત્તિથી તેને તેડી પણ શકે છે. બધા પૂર્વક અભેદ્ય નથી , હતાં. અનેકાનેક કર્મો યોગ્ય પ્રયત્નબળથી ભેદવા શક્ય છે. આથી જૈન કર્મવાદ
કર્મના વિશ્વાસે અકર્મણ્યવાદ ઉપદેશતો નથી. તે કર્મના ઉદય થવામાં સમુચિત ઉદ્યમને અવકાશ અપે છે અને કર્મને ઉદય નિર્બળ બનાવવામાં પણ યોગ્ય ઉદ્યમને આવકારે છે. તે જીવનયાત્રામાં યંગ્ય ઉદ્યમ, પ્રયાસ, પુરૂષાર્થને મહત્ત્વપૂર્ણ
સ્થાન આપે છે. પૂર્વકૃત કર્મ દ્વારા સામગ્રી મળે છે પરંતુ આ આ સામગ્રી દ્વારા ભવસાગર તરવાને પુરુષાર્થ તો આત્માએ જ કરવો પડે છે.
જૈન મતે, કર્મ પુદ્ગલસ્વભાવ અર્થાત્ ભૌતિક સ્વરૂપનું છે. કર્મના આશ્રવથી નિશ્ચયત : શુદ્ધ અને વ્યવહાર દષ્ટિએ અનાદિ બદ્ધ છવ પુનઃ બંધાય છે. જીવ કર્મ-પુદ્ગલનું નિમિત્ત કારણ છે, ઉપાદાન કારણ નથી, છતાં રાગ –ષાદિ ભાવના આવિર્ભાવથી આત્મામાં કર્મને આશ્રવ સંભવે છે. તેથી વ્યવહાર દષ્ટિએ આત્મા કર્મ-પુગલને કર્તા છે. જૈન દષ્ટિએ, કર્મના અનેક ભેદ અને પેટાદે છે જે અંગે આપણે આગળ દર્શાવેલ છે. આ સર્વે કર્મોના મૂળ છેદાઈ જાય ત્યારે આત્મા પોતાને મૂળ-અસલ સ્વભાવ પ્રાપ્ત કરે છે અર્થાત્ મુક્તિ મેળવે છે. આ રીતે જૈન દષ્ટિએ, કર્મથી જીવ લેપાય છે–ખરડાય છેઅને બદ્ધ બને છે. કર્મ જ સંસારનું મૂળ છે. કર્મ જ જીવની પ્રકૃત્તિ અને સાંસારિક ઘટનાઓ ઘડે છે. કર્મને અભાવ એટલે જ મુક્તિ.
(૧૨) કવાદ અને સ્વાતંત્ર્ય
આગળ દર્શાવ્યા મુજબ, કર્મવાદ ક્રિયા-પ્રતિક્રિયાને નિયમ છે. સારી ક્રિયાનું સારું અને ખરાબ ક્રિયાનું ખરાબ પરિણામ અચૂક નિષ્પન્ન થાય છે જ. કમની સત્તા અત્યંત પ્રબળ અને અબાધિત છે. કર્મ સંપૂર્ણ સ્વાધીન છે અને સ્વયં ફળ-પ્રદાનશક્તિયુક્ત હેવાથી કર્મફળનિયંતા તરીકે ઈશ્વરની કઈ અવશ્યક્તા નથી. કૃત કર્મ પરિપકવ થતાં પોતે જ સ્વબળે ફળપ્રદાન કરે છે.
જીવ અનાદિ કાળથી કર્મપરંપરામાં જકડાયેલ છે. પુરાણું કર્મોને ભેગ અને નૂતન કર્મબંધન અનાદિકાળથી ચાલ્યા કરે છે. જીવ પિતાનાં કૃત કર્મો ભેગવે છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org