Book Title: Jain Darshan
Author(s): Zaverilal V Kothari
Publisher: University Granth Nirman Board

View full book text
Previous | Next

Page 177
________________ જૈનદર્શન (૫) જૈન દર્શનમાં કર્મનું સ્વરૂપ સમગ્ર વિશ્વ (ક) પુગલ-પરમાણુઓથી સભર છે. આ સૂક્ષ્મ પુદ્ગલ-તો કર્મરૂપમાં પરિણમી શકે છે. કર્મરૂપમાં પરિણમતા આ યુગલ-પરમાણુઓને જૈન શાસ્ત્રકારે કર્મવર્ગ એવું નામ આપે છે. આમ જૈન દૃષ્ટિએ, કર્મને અર્થ કાર્ય કે પ્રવૃત્તિ કે કેવળ પુરુષકૃત પ્રયત્ન માત્ર નથી પરંતુ કર્મ ભૌતિક તત્ત્વોને સમૂહ છે, અર્થાત પુગલ-પરમાણુઓને પિંડ છે જે અત્યંત સૂક્ષ્મ છે અને તેથી ઈન્દ્રિયગોચર નથી. આ રીતે કર્મ એક વિરાટ વિશ્વવ્યાપી પ્રવૃત્તિ છે. કર્મ બંધનું કારણ છે. અનાદિ કાળથી છવ-સંસારીજીવ કર્મબદ્ધ છે અને તેથી પૂર્ણ નથી. કર્મ સાથેના સાહચર્યને લીધે, જીવ તેના સ્વાભાવિક ગુણ (અનંત-જ્ઞાન-દર્શન –ચારિત્ર-વીર્યથી વંચિત બને છે. આમ કર્મને લીધે જીવના સ્વાભાવિક ગુણો, શક્તિઓ મર્યાદિત બને છે. કર્મ સાથે જીવન સાહચર્યને કોઈ પ્રારંભ નથી પરંતુ તેને અંત શક્ય છે ખરે. આત્મા અને કર્મ વચ્ચેના ગાઢ સંબંધને દર્શાવવા માટે જૈન શાસ્ત્રકારે ક્ષીર-નીર સંબંધની ઉપમા આપે છે. જૈન મતે, કર્મની સત્તા અત્યંત પ્રબળ અને આબાધિત છે. કર્મફળદાતા તરીકે ઈશ્વરની દરમ્યાનગીરીની અહીં બિલકુલ આવશ્યકતા નથી. કમ સંપૂર્ણ સ્વાધીન છે અને તે સ્વયં ફળ ઉત્પન્ન કરવા સમર્થ છે. કૃત કર્મને પરિપાક થતા તે પોતે જ સ્વસામર્થ્યથી ફળ આપે છે. પુગલ-પરમાણુઓ જીવની પ્રવૃત્તિ દ્વારા આકર્ષાઈને જીવ સાથે સંલગ્ન થતા કર્મ' સંજ્ઞાથી ઓળખાય છે. આ રીતે જીવબદ્ધ કામણ (કર્મરૂપે પરિણત) પુદ્ગલેને “કમ' તરીકે ઓળખવામાં આવે છે. કર્મ હંમેશાં સંસારી આત્મા સાથે સંબદ્ધ છે. કર્મના કર્તા-ભેંકતાને સંબંધ પણ સંસારી-બદ્ધ આત્મા સાથે જ છે, મુક્તાત્મા સાથે નથી. જીવ રાગ-દ્વેષ અને મન-વચન-કાયાની પ્રવૃત્તિઓ દ્વારા કામણ પગલે ગ્રહણ ન કરે ત્યાં સુધી તેને “કર્મ' સંજ્ઞા આપવામાં આવતી નથી. (૬) કમબંધનાં કારણે આત્મા સાથે કર્મનો ક્ષીર-નીર સમાન સંબંધ કે એનું નામ કર્મબંધ છે. કર્મોપાર્જન કે કર્મબંધના સામાન્ય રીતે બે કારણે છે: ૧. યોગ અને ૨. કષાયકષ સંસાર અને આય લાભ અર્થાત્ જેનાથી સંસારને લાભ થાય તે કષાય. જીવની મન-વચન-કાયાની પ્રવૃત્તિ યુગ કહેવાય છે. ક્રોધ-માન-માયા-લોભ એ ચાર માનસિક આવેગે કષાય કહેવાય છે. આ બંને દ્વારા આત્મા બદ્ધ થાય છે. રાગ-દ્વેષ એ બે મુખ્ય કષાય છે. રાગ-દ્વેષયુક્ત શારીરિક-માનસિક પ્રવૃત્તિઓ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202