________________
જૈન તર્કશાસ્ત્ર પાસાંને પ્રકાશિત કરવામાં આપણને સહાયરૂપ થાય છે. નયવાદ સાત મુખ્ય દષ્ટિબિંદુઓ અર્થાત્ નો નિર્દેશ છે જે મુજબ પદાર્થને નિહાળી શકાય. તેઓ ભિન્ન ભિન્ન બાબતના સાપેક્ષ અભિપ્રાય છે. આ નયના દષ્ટિબિંદુઓને નિરપેક્ષ
સ્વરૂપમાં સ્વીકાર કે અન્ય નાના દષ્ટિબિંદુઓને ઇન્કાર કે તેમના પ્રતિ દુર્લક્ષ નયભાસમાં પરિણમે છે.
૮જેના પ્રમાણમીમાંસા ૧, પ્રાસ્તાવિક
પ્રમેય (જ્ઞાનને વિષય)ની સિદ્ધિ પ્રમાણ દ્વારા જ થાય છે (મેર કિટઃ માળા )એ સર્વ ભારતીય દર્શનમાં સર્વસ્વીકૃત સિદ્ધાંત છે. પ્રત્યેક દર્શન તવ કે પ્રમેય અંગેના પિતાના મતની સ્થાપના, તેની પરીક્ષા અને તેને નિર્ણય પ્રમાણ દ્વારા જ કરે છે. પ્રાચીન કાળથી પ્રમેય તત્વની સાથે સાથે જ પ્રમાણ–ચર્ચા પણ દષ્ટિગોચર થાય છે અને તેને આધારે જડ-ચેતન અંગે નિરુપણ થતું જોવા મળે છે.
૨ પ્રમાણ :
પ્રમાણુ પ્રમા (યથાર્થ જ્ઞાન)નું કરણ (સાધન) છે. (ઘમાયા: વાળ કાળાન્) પ્રમાણ દ્વારા પદાર્થનું યથાર્થ જ્ઞાન થાય છે (મીલે ડને તે પ્રમામ) પદાર્થનું યથાતસ્વરૂપે જ્ઞાન “પ્રમા” છે. (મતિ answારાનુમવ: પ્રમાઃ ) પદાથને નિશ્ચિત કરનાર જ્ઞાન પ્રમાણ છે. જેના મતે, નિર્ણાયક–નિશ્ચયાત્મક જ્ઞાન પ્રમાણનું હાર્દ છે. નિશ્ચયાત્મક જ્ઞાન જ પ્રમાણે છે. યથાર્થ જ્ઞાનનો ઉદ્દભવ સાથે સંશય, ભ્રમ કે મૂઢતા અદશ્ય થાય છે અને વસ્તુ સ્વરૂપ પર પ્રકાશ પડે છે. વસ્તુની સાચી સમજ પ્રાપ્ત થાય છે. આથી આ જ્ઞાન પ્રમાણ કહેવાય છે. પ્રમાણને આધારે સાચું જ્ઞાન પ્રાપ્ત થાય છે. યથાર્થ-સાચું જ્ઞાન પ્રમાણ છે. જ્ઞાન અને પ્રમાણ વચ્ચેનો સંબંધ વ્યાપ્ય-વ્યાપક સંબંધ છે. જ્ઞાન વ્યાપક છે અને પ્રમાણ વ્યાપ્ય છે. જ્ઞાન યથાર્થ -અયથાર્થ બંને પ્રકારનું હોય છે. સમ્યક નિર્ણાયક જ્ઞાન યથાર્થ છે, જ્યારે સંશયવિપર્યય વગેરે જ્ઞાન અયથાર્થ છે. સર્વે પ્રમાણ જ્ઞાન યથાર્થ જ્ઞાન છે પરંતુ સર્વે જ્ઞાન પ્રમાણ નથી. વસ્તુના સંશય વગેરેથી મુક્ત એવું મિશ્રિત જ્ઞાન જ પ્રમાણ છે. અજ્ઞાનનિવારણ, ઇષ્ટ વસ્તુ-ગ્રહણુ અને અનિષ્ટ વસ્તુ-ત્યાગ પ્રમાણુની ફળશ્રુતિ છે. પ્રમાણને જ્ઞાન સ્વરૂપ માનીએ તે જ આ શકય છે તેથી પદાર્થના સમ્યગૂ અનુભવમાં કરણું (સાધન) બનવાનું શ્રેય જ્ઞાનને જ પ્રાપ્ત થાય છે. આમ, જ્ઞાન અને પ્રમાણ વચ્ચે અભેદ છે. ઉમાસ્વાતિ તત્ત્વાર્થસૂત્રમાં જ્ઞાનના પદાર્થો અને જ્ઞાનના પ્રમાણુ વચ્ચે કઈ ભેદ પાડતા નથી. જ્ઞાન સ્વ-પર પ્રકાશક છે. દીપકની જેમ, જ્ઞાન સ્વયં પ્રકાશિત બનીને પદાર્થને પ્રકાશિત કરે છે. જ્ઞાન સ્વયંને જાણે છે અને બાહ્ય પદાર્થને પણ જાણે છે. વાદિદેવસૂરિના શબ્દોમાં પ્રમાણ સ્વ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org